ગાંધીનગરમાં દર બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાય છે. જો કે આ અઠવાડિયાની કેબિનેટ બેઠક બુધવારને બદલે આવતીકાલે 7 ફેબ્રુઆરીને મંગળવારે યોજાશે.
ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 ની બેઠકો પૈકી 15 બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠક 7 થી 9 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરાઈ છે. કચ્છમાં યોજાનારી ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટિંગે કારણે કેબિનેટની બેઠક આવતીકાલે યોજાશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ જવાના હોવાથી બેઠક એક દિવસ પહેલા જ યોજાશે. સૂત્રો મુજબ કેબિનેટ બેઠકમાં પેપરલીક ઉપરાંત સરકારના જંત્રીના ભાવ વધારના નિર્ણય મુદ્દે ચર્ચા થશ. બેઠકમાં આગામી બજેટની રૂપરેખા પણ ચર્ચાશે. ટેકાના ભાવે ખરીદી પ્રકિયા સહિતના મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા થઈ શકે.
READ ALSO
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી