ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થાયી સમિતિની બેઠકમાં મિલકત વેરામાં જંગી વધારો કરવાની બહાલી આપી હતી. મિલકતના ટ્રાસ્ફર ફીમાં વધારો કરતા સ્થાનિક નાગરિકો સહિત મનપા કોંગ્રેસના સભ્યો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટ અંકિત બારોટે જણાવ્યું હતું કે, મનાપાએ ટકેસ વધારીને જનતાના ખિસ્સા ખખેરવાનું શરૂ કર્યું છે.

થોડાક વર્ષો પહેલા મનપા દ્રારા વોટર એટીએમ પ્રોજેક્ટ શરૂ કરીને શહેરના વિવિધ સેકટરમાં જાહેર માર્ગ પર વોટર એટીએમ મુકવામાં આવ્યા હતા અને એન્જસીને મોટો ફાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે આ તમામ વોટર એટીએમ મશીન ધૂળ ખાઈ રહ્યા છે .જે મામલે ગાંધીનગર મેયરને રજૂઆત કરી છે. તેમજ મિલકત વેરામાં કરવામાં આવેલા વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે.
READ ALSO
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય