GSTV

ગુજરાત હાઈકોર્ટ જાહેર કરશે આજે ગાંધીનગરના નવા મેયર, ભાજપ-કોંગ્રેસ બંનેને નજર

Tom Vadakkan

Last Updated on June 25, 2019 by Mayur Vora

પાટનગર ગાંધીનગરના નવામેયર કોણ હશે તેની આજે હાઈકોર્ટમાંથી જાહેરાત થાય તેવી સંભાવના છે.ગત પાંચ તારીખે મહાપાલિકાના મેયર પદની ચૂંટણીનું પરિણામ હાઇકોર્ટમાં બંધ કવરમાં રજૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેટર અંકિત બારોટે ગાંધીનગરની ચૂંટણી રદ્દ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના હુકમનું મનઘડંત અર્થઘટન કરી અને ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હોવાનો અરજદારે દાવો કર્યો છે.

હાઈકોર્ટએ અરજદાર અંકિત બારોટની અરજી સ્વીકારીને વધુ સુનાવણી આજ પર નિર્ધારિત કરી છે. ઉલ્લેખનિય છેકે, મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી દરમિયાન કાઉન્સિલર અંકિત બારોટનું અપહરણ થયું હતુ. ત્યારે તેવા સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયા ન થઈ શકે તે મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ભારે હંગામો મચાવ્યો હતો.

મહાપાલિકામાં ભારે હંગામા બાદ સામાન્ય સભામાં મેયર પદની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.જેમાં ભાજપ તરફથી મેયર પદના ઉમેદવાર રીટાબહેનને 16 મતો મળ્યા છે.જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 14 મતો મળ્યા છે. મેયરના નામને સીલબંધ કવરમાં રાખવામાં આવ્યા હતા.

ગાંધીનગર મહાપાલિકામાં વર્ષ 2016માં કોંગ્રેસ અને ભાજપે 16-16 એમ સમાન બેઠકો મળી હતી. એ સમયે ભાજપે કોંગ્રેસના પ્રવીણ પટેલ પાસે ક્રોસ કરાવીને સત્તા હાંસલ કરી હતી. પ્રવીણ પટેલને પક્ષ પલટા બદલ ભાજપે મેયર પદ આપ્યું હતું. હાલ ક્રોસ વોટિંગ મામલે મેટર કોર્ટમાં પેન્ડિંગ છે. જેને લઈને આજે મહત્વનો ચુકાદો આવી શકે છે.અને નવા મેયરની જાહેરાત થઈ શકે છે.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!