GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગણોતધારાની પ્રતિબંધિત જમીનને શરતફેર કરવા અંગે મહત્વનો પરિપત્ર કરાયો જાહેર

જમીન

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ગણોતધારાની પ્રતિબંધિત જમીનને શરતફેર કરવા અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. જે જમીન મુળથી જુની શરતની હોય અને હાલ પણ જુની શરતના હેડે ચાલુ હોય અને બિનખેતી પ્રીમિયમને પાત્ર ન હોય તેવી જમીનમાં મલ્ટીપર્પઝ એનએની મંજૂરી આપી શકાશે.

ખુલ્લા પ્લોટના જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે

બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે શરતફેરના કિસ્સામાં શહેરી વિસ્તારમાં બિનખેતીના રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે ખુલ્લા પ્લોટના જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે. જે કિસ્સામાં ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરવાનું હોય તેવા કિસ્સામાં ઔધોગિક ખુલ્લા પ્લોટ માટેના જંત્રી દર મુજબ પ્રીમીયમ વસૂલવાનું રહેશે. જો ઔધોગિક હેતુ માટે બિનખેતી કરવાનું હોય તેવા કિસ્સામાં ખુલ્લા પ્લોટના જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે.

બિનખેતીની મંજુરી પણ જે તે હેતુ માટે આપવાની રહેશે

બિનખેતીની મંજુરી પણ જે તે હેતુ માટે આપવાની રહેશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે હેતુ માટે બિનખેતી કરાવવાનું હોય તે હેતુ માટેના જંત્રી દર મુજબ પ્રીમિયમ વસુલવાનું રહેશે. જે ગ્રામ્ય વિસ્તારમાં જંત્રી ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટીનો અભિપ્રાય ઓનલાઇન લઈને મુલ્યાંકન કરવાનું રહેશે.

Read Also

Related posts

બનાસકાંઠાનાં ખેડૂતોને પડ્યાં પર પાટું : માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી, ખેતરોમાં ઉભા પાક પણ જમીન દોસ્ત

Nilesh Jethva

અમદાવાદમાં આવતીકાલે સવારે સાદગી પૂર્ણ રીતે નીકળશે જળયાત્રા, સાબરમતી નદીના નીરથી કરાશે ભગવાન જગન્નાથનો અભિષેક

Nilesh Jethva

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!