ગાંધીનગરમાં કોબા સ્થિત ભાજપના કાર્યાલયમાં પક્ષના અનુસૂચિત મોરચાની બેઠક મળી હતી. આ બેઠકમાં 14 એપ્રિલ બાબા ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની જિલ્લા કક્ષાએ ઉજવણીના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી. તો અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર ભાજપના નેતાઓએ પ્રહાર કર્યા હતા.
પ્રદેશ મંત્રી જીવરાજ ચૌહાણે કહ્યું કે જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ પ્રેરિત અભિયાનમાં જોડાઈને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જિજ્ઞેશ મેવાણીની ચીમકીને લઈને એમ પણ કહ્યું કે કોઈપણ વ્યક્તિ બાબા સાહેબની પ્રતિમાને સન્માન કરતાં રોકી ન શકે.