GSTV

ક્રાઇમ / ગાંધીનગરના હડમતીયા ગામે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે ડખો થતા ફાયરિંગ, બિલ્ડરનું મોત

Hadmatiya village firing in farm house

Last Updated on September 18, 2021 by Dhruv Brahmbhatt

ગાંધીનગરના સરગાસણ નજીક આવેલા હડમતીયા ગામમાં શુક્રવારે મોડી રાત્રે ફાર્મહાઉસ પર ભેગાં થયેલા મિત્રો વચ્ચે કોઇ મામલે ડખો થતાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું. આ ફાયરિંગમાં જમીન લે-વેચનો ધંધો કરનાર પ્રવિણ માણિયા નામના વ્યક્તિની હત્યા કરી દેવાઇ છે.

પ્રવીણ માણિયા કૉંગ્રેસમાંથી ભાવનગર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં

મહત્વનું છે કે, પ્રવીણ માણિયા કૉંગ્રેસમાંથી ભાવનગર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં. સરગાસણ નજીક હડમતીયા ગામમાં આવેલા ‘સામ્રાજ્ય’ ફાર્મ હાઉસ ખાતે ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

Firing

શુક્રવારે મોડી રાત્રે આ ફાયરિંગમાં બિલ્ડરનું મર્ડર થઇ ગયું છે. બિલ્ડર પ્રવીણ માણિયા કૉંગ્રેસમાંથી ભાવનગર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં. ગાંધીનગરમાં PAASના આગેવાનો જ્યાં ભેગાં થતાં, મિડિયા બ્રિંફિંગ કરતા એ જ ફાર્મ હાઉસમાં આ ફાયરિંગ થયું અને તેના માલિકની હત્યા થઈ ગઇ. એક રાઉન્ડ ફાયરિંગ કરીને પ્રવીણ માણિયાને મોતને ઘાટ ઉતારી દેવાયો.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!