GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

…તો બે દિવસમાં ગુજરાતમાં દારૂ માટે થશે ઉગ્ર આંદોલન

Lockdown

ગાંધીનગર રાજ ભવન ખાતે માજી સૈનિકો દારૂ ન મળતા રજૂઆત કરવા પહોંચ્યા હતા. છેલ્લાં 4 મહિનાથી દારૂનો ક્વોટા ન મળતાં માજી સૈનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. સાથો સાથ કેન્ટિન ફેસિલિટી શરૂ કરવા કરવા રજૂઆત કરી હતી. જો બે દિવસમાં દારૂનો ક્વોટા આપવાની મંજૂરી નહિ અપાય તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

2 લાખ રિક્ષા ચાલકો હડતાળના મૂડમાં

અમદાવાદમાં 7 જુલાઈએ ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. રિક્ષા ચાલકો દ્વારા એન કેન પ્રકારે મેમો આપવાનું બંધ, સરકાર દ્વારા કરવામાં આવેલી એક લાખની લોનની વ્યવસ્થા સરળ કરવા.આ અંગે નાયબ મુખ્ય મંત્રીને ઓટો રીક્ષા ફેડરેશનના પ્રમુખ અશોક પંજાબીના નેતૃત્વમાં રજૂઆત કરવામાં આવી હતી. નોંધનિય છે કે લોકડાઉન દરમિયાન થયેલ આર્થિક નુકશાન,ઓટોરીક્ષા વેલ્ફર બોર્ડ અને ઓટો રીક્ષા ચાલકોના આત્મસન્માન બાબતે રજુઆત કરવામાં આવી હતી. લોકડાઉન પહેલા પણ ઓટો રિક્ષા ચાલકોઓએ પોતાની વ્યથા સરકાર સમક્ષ ઠાલવી હતી પરંતુ આ અંગે સરકારે કોઈ પ્રતિક્રીયા આપી ન હતી.

ઓટો રીક્ષા ચાલકોમાં ભારે નારાજગી

જેને કારણે ઓટો રીક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. અને આખરે તેઓએ હતલાલનું હથીયાર ઉગામવા મજબૂર બન્યા હતા. અશોક પંજાબીએ કહ્યું કે જો અમારી માંગ સ્વિકારવામાં નહી આવે તો 7મી જૂલાઈથી 2 લાખથી વધુ રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર યોજના હેઠળ કરવામાં આવતી સહાય મેળવવામાં તકલીફો ઉભી થઈ રહી છે.


READ ALSO

Related posts

આધાર-પૅન લિંક છે કે નહી? આયકર રિટર્ન દાખલ કરતાં પહેલાં અહીં જરૂર તપાસી લો

Mansi Patel

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પડ્યો ભૂવો, ફાયબર ફ્લોરિંગમાં અચનાક પડ્યું ગાબડું

pratik shah

શું તમે આધાર-પાનકાર્ડ લિંક કર્યુ ? આવકવેરો રીટર્ન ફાઇલ કરતાં પહેલા જાણી લો આ ખાસ આ વાત!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!