સોમવારે સાંજે ચાર વાગ્યે ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત થવાની હતી. રાજય ચૂંટણી આયોગ જાહેરાત કરે તે પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ગાંધીનગરના ટાઉન હોલના રીનોવેશનનું ખાત મહુર્ત કરાયું હતું. જો કે નીતિન પટેલ ટાઉન હોલનું ખાત મૂહુર્ત કરવાના હોવાના કારણે ચૂંટણી આયોગે પોતાની જાહેરાત એક કલાક મોડી કરી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

રાજય ચૂંટણી આયોગે સોમવારે ચાર વાગ્યે ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર કરવાનો સતાવર કોલ આપી દીધો હતો પરંતુ સોમવારે બપોરે 3 વાગ્યે અચાનક નીતિન પટેલના ગાંધીનગર ટાઉન હોલના રીનોવેશનનું ખાત મુહુર્તના કાર્યકમનો મેસેજ આવી જતા ચૂંટણી આયોગે પોતાનો સમય બદલવો પડ્યો અને ચૂંટણી આયોગે ચાર વાગ્યે ચૂંટણી તારીખો જાહેર કરવાના બદલે પાંચ વાગ્યે ચૂંટણીની તારીખની જાહેરાત કરવાનું નક્કી કર્યું હતું.
જો કે નીતિન પટેલના કાર્યકમ અને ચૂંટણીના સમયમાં ફેરબદલ મામલે રાજય ચૂંટણી આયોગના કમિશ્નર સંજય પ્રસાદે જાણીને અજાણ બન્યા હતા અને મીડિયા સમક્ષ કહ્યું હતું કે વિગતો સમયસર તૈયાર ન થઇ હોવાના કારણે ચૂંટણીની જાહેરાતમાં એક કલાકનો વિલંબ કરવામાં આવ્યો હતો. જો કે કોઈના કહેવાથી આ જાહેરાત મોડી કરવામાં આવી નથી તે પ્રકારનું રટણ ચૂંટણી આયોગ કમિશ્નર કરતા રહ્યા હતા.
ALSO READ
- પત્ની નારાજ થઈ ગઈ છે, તો આ પદ્ધતિઓની મદદથી સંબંધોમાં પાછો આવી શકે છે પ્રેમ
- દ. ભારતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કરાં પડે તેવી શક્યતાઓ
- સુરત/ એથર કેમિકલ કંપનીમાં 7 ગૂમ થયેલા કામદારોના પરિવારજનો દિવસે રઝળતા રહ્યા ને રાત્રે ભડથૂં મૃતદેહ બહાર કઢાયા
- TATAના IPOની ધમાકેદાર એન્ટ્રી, લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રોકાણકારોના પૈસા ડબલ, 140 ટકાનો થયો નફો
- સેમ ઓલ્ટમેન ફરીથી OpenAIના CEO બન્યા, કંપનીએ આપી માહિતી