ગાંધીનગરના દહેગામમાં વર્ષો જૂના ગોપાલ લાલજી મંદિરમાં ભગવાનની કળશ વિધિ અને ધ્વજા ચઢાવીને સવારે 8.00 કલાકે રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. 180 કિલો મગ, 200 કિલો જાંબુ, 200 કિલો લીલી ખારેક, 200 કિલો ચોકલેટ, તો 50 મણ કાકડી અને 140 કિલો ગાંઠિયા, 140 કિલો બુંદી સહિત 80 કિલો માલપુઆનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.