GSTV

મનપાનો મહાસંગ્રામ / 11 વોર્ડની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 44-44 ઉમેદવારો મેદાને, શરૂ કર્યો લોકસંપર્ક

Last Updated on September 25, 2021 by Pritesh Mehta

આગામી 3 ઓક્ટોબર ગાંધીનગર મહાપાલિકાના 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજવવાની છે. અને ચૂંટણી પ્રચારનો અંતિમ સપ્તાહ બાકી છે. ત્યારે ત્યારે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. ગટર, પાણી, રોડ રસ્તા, સહિતના વિકાસના કામો સાથે ભાજપના ઉમેદવારો લોક સંપર્ક કર્યો.

રાજ્યના નવ નિયુકત મુખ્યપ્રધાન અને સમગ્ર પ્રધાન મંડળ માટે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી પહેલો પડકાર છે. તો આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પણ પ્રચાર શરૂ કર્યો છે. મહાપાલિકામાં ભાજપના 44 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અને કોંગ્રેસના પણ 44 ઉમેદવારો મેદાનમાં છે. તો અપક્ષના 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે, એનસીપીના 1 ઉમેદવાર છે. અને બસપાના 15 ઉમેદવાર ચૂંટણી મેદાને છે.

BJP CONGRESS

કેટલા ઉમેદવારો લડશે ચૂંટણી જંગ

મહાપાલિકાના વિવિધ વોર્ડના કુલ ઉમેદવારોની સંખ્યા પર નજર કરીએ તો.

  • મનપા વોર્ડ            કુલ ઉમેદવાર
  • 1                              16
  • 2                              12
  • 3                              14
  • 4                              14
  • 5                              11
  • 6                              17
  • 7                              13
  • 8                              19
  • 9                              14
  • 10                           15
  • 11                           14

ગાંધીનગર મનપા વિસ્તરમાં નવા સીમાંકનનો ફાયદો ક્યાં પક્ષને થાય છે. તે ચૂંટણીના પ્રચાર આધારે ખ્યાલ આવશે. ગાંધીનગર મનપાની સત્તા ભાજપ પાસે હતી. જેથી ગત પાંચ વર્ષમાં કેટલાક મુદ્દાઓને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. કોરોના કાળમાં જયારે લોકોને જનતાના પ્રતિનિધિની મદદની જરૂર હતી. ત્યારે ચૂંટાયેલા ઉમેદવારો મદદે ન આવ્યા તેની નારાજગી લોકોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત કોરોના કાળમાં ઇન્જેક્શન, બેડ, ઓક્સિજન વેન્ટિલેટરની અછત જેવા મુદ્દાઓ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.

ભાજપ જુના મુદ્દાઓ ભુલાવીને નવા વિકાસના વાયદા સાથે પ્રચાર કરી રહ્યું છે. સામે કોંગ્રેસ પક્ષ પણ પ્રચારમાં જોતારાયું છે. જો કે કોંગ્રેસમાં ઉમેદવારો સિવાય વરિષ્ઠ નેતાઓ હજુ પ્રચારમાં જોવા મળ્યા નથી તેનો ફાયદો ભાજપને થાય તેવું પણ જોવા મળી રહ્યું છે. જો કે, ભાજપમાં પણ આંતરિક જૂથવાદને લીધે કાર્યકર્તામાં નારાજગી હોવોનું ચર્ચાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!