GSTV

તૈયારીઓ / ગાંધીનગરમાં કોરોનાના કેસો વધતા તંત્રની વધી ચિંતા, ખાનગી અને સરકારી હોસ્પિટલ સુવિધાઓથી કરાઇ સજ્જ

ગાંધીનગર

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

વધતા કોરોનાના કેસોને લઇને ગાંધીનગર જીલ્લા સહિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં વધતા કેસોને લઈને તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના સામે કોઇપણ પરિસ્થિતી સર્જાઇ તો હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરાઇ છે.

ગાંધીનગર

વધતા કોરોનાના કેસોને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત અન્ય તાલુકાઓમાં સારવાર માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર મનપાની હદમાં આવેલ સરકરી અને ખાનગી હોસ્પિટલની વ્યવસ્થા પર નજર કરવામાં આવે તો ગાંધીનગર મનપા વિસ્તારમાં કોવિડની કુલ 21 હોસ્પિટલ છે. જેમાં 2200 બેડ છે . જેમાં ઓક્સિજનની વ્યવસ્થા સાથેના ૫૦૦ જ્યારે 500 વેન્ટિલેટર બેડ છે. આ ઉપરાંત 2 એમ્બ્યુલન્સ તૈયાર રખાઇ છે.

ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 500 જેટલા બેડ જેની અંદર કુલ 250 નોન ઓક્સિઝન બેડ છે, જ્યારે ૧૦૦ જેટલા ઓક્સિજન બેડ અને ૧૫૦ વેન્ટિલેટર બેડ છે. આ સિવાય ૨૫ બાયપેપ, ઉપરાંત ૪૦૦ – ન્યુ એન્ટી વાયરલ ડ્રગ્સ સહિત ૯ એમ્બ્યુલન્સ, ૨ શબવાહિની, ૩ આઈસીયુ ઓન વ્હીલ, ૨૧૬ ઓક્સિજન કન્સનટ્રેટર જેમાં ૫ લિટરના ૧૩૭ જ્યારે ૧૦ લિટરના ૧૭૯ કન્સનટ્રેટર. આ સિવાય ૩૦૦ તબીબો જેમાં ફેકલ્ટી સહિત એમબીબીએસ અને રેસીડેન્ટ તબીબો, ૮૧૫ અન્ય હોસ્પિટલ સ્ટાફ તૈનાત છે.

ગાંધીનગર

આ ઉપરાંત ૩૦૦ ઇમરજન્સી સ્થિતીમાં જરૂર મુજબ ઊભા કરી શકાય તેવા બેડ જેમાં ૧૫૦ ઓક્સિજન અને ૧૫૦ નોન ઓક્સિજન બેડ તેમજ ૨ ઓપરેશન થિયેટર સજ્જ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!