GSTV

બાપ રે ગુજરાતનું મંત્રીમંડળ રહે છે એ ગાંધીનગરમાં એટલા બધા કેસ વધ્યા છે કે લોકો ફફડી ગયા, 5 લોકોનાં મોત

Corona

Last Updated on May 5, 2020 by Arohi

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ હોય તેવા પાંચમાં દર્દીનું આજે મૃત્યુ થયું છે. ઇસનપુર ડોડીયાના ૩૨ વર્ષિય યુવાનને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને અમદાવાદ સિવિલમાં સારવાર ચાલતી હતી તે દરમિયાન તેનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે આ યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત સેક્ટર-૨૪માં ગઇકાલે પોઝિટિવ આવેલાં ધોબીના પરિવારનો વધુ એક સભ્ય પોઝિટિવ આવ્યો છે. ત્યારે રવિવારે મૃત્યુ પામેલાં અડાલજના ૬૮ વર્ષિય વૃદ્ધની ૯૨ વર્ષિય માતા અને ૩૨ વર્ષિય યુવાન પુત્ર પણ આજે પોઝિટિવ આવ્યા છે તેમની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭૦ને પાર પહોંચી ગયો છે. ત્યારે ઉમંગના ૮૬ વર્ષિય દાદાનું ગાંધીનગરમાં પ્રથમ મોત નિપજ્યું હતું.

ગાંધીનગરમાં Coronaથી મોત

ત્યારબાદ કોલવડાની મહિલા અને અડાલજમાં રહેતો અને વાંસની ટોપલી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો આલ્કોહોલીક પુરુષનું મોત પણ થયું હતું. જ્યારે ગઇકાલે અડાલજના ૬૮ વર્ષિય વૃધ્ધનું મોત નિપજ્યું હતું. ત્યારે આજે વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ઇસનપુર ડોડીયામાં રહેતો ૩૨ વર્ષિય યુવાન ખેતીકામના વ્યવસ્થાય સાથે સંકળાયેલો હતો. જેનો બે દિવસ પહેલાં અકસ્માત થયો હતો. માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર ચાલી રહી હતી તે દરમિયાન કોરોનાનો ટેસ્ટ પણ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો. આજે આ પોઝિટિવ યુવાનનું મોત નિપજ્યું છે.

ગાંધીનગર

જો કે અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે આ યુવાનનું મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગઇકાલે સેક્ટર-૨૪ના શ્રીનગરમાં રહેતા ૪૧ વર્ષિય પુરુષ કે જે ધોબીના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેનો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના સંપર્કમાં આવેલા અને તેના પરિવારના એક ડઝન જેટલા વ્યક્તિઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમનો આજે ટેસ્ટ કરાતાં પ૦ વર્ષિય આધેડનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તો રવિવારે મૃત્યુ પામેલાં કોરોના પોઝિટિવ ૬૮ વર્ષિય અડાલજના વૃધ્ધના પરિવારના ચાર સભ્યો પોઝિટિવ આવ્યા છે. જેમાં  જૈફવયની એટલે કે ૯૨ વર્ષની માતા તથા ૩૨ વર્ષિય યુવાન પણ પોઝિટિવ આવ્યા હતાં. આ જ પરિવારના એટલે કે ગઇકાલે મૃત્યુ પામેલાં વૃધ્ધના ૬૦ વર્ષિય પત્નિ અને ૩૦ વર્ષિય પુત્રી પણ પોઝિટિવ આવ્યા છે. આ બંને દર્દીઓને પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દહેગામ તાલુકાના નાંદોલમાંથી વધુ એક પોઝિટિવ કેસ મળી આવ્યો છે.૫૪ વર્ષિય પુરુષની અમદાવાદ સારવાર ચાલી રહી છે.

Read Also

Related posts

મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું : પાટીલ સામે પનો ટૂંકો પડ્યો

pratik shah

સાચવજો/ ગુજરાતની આ 3 બેન્કો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ : RBIએ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

pratik shah

શીતલહેર/ ગુજરાતમાં ઠંડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ: હજુ આટલા દિવસ ઠુંઠવાશો, 4.3 ડિગ્રી સાથે પાટનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!