GSTV
Gandhinagar ગુજરાત

ગાંધીનગરમાં Coronaએ સદી મારી, આજે પણ નવા 14 પોઝિટીવ કેસ

કોરોના

અમદાવાદ અવર-જવરને કારણે છેલ્લા અઠવાડિયામાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના (Corona) પોઝિટિવ દર્દીઓની સંખ્યા ચિંતાજનકરીતે વધી છે હાલ ગાંધીનગર-અમદાવાદ વચ્ચેના રસ્તાઓ બ્લોક કરીને ત્યાં ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે તેમ છતા અગાઉ અમદાવાદ અપડાઉન કરતા ઓવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મીઓ મારફતે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

ગાંધીનગરના કલોલમાં દિવસેને દિવસે Coronaના કેસમાં વધારો

ગાંધીનગરના કલોલમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. હિંમતલાલ પાર્કમાં એક જ સોસાયટીમાંથી 6 લોકોના કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે. અગાઉ પણ આ સોસાયટીમાં રહેતા લોકો સંક્રમિત થયેલા છે. આજે જે લોકોનો રિપોર્ટ આવ્યો છે તેમાં એક 52 વર્ષીય મહિલા છે. જેમના પતિ અને પુત્ર સંક્રમિત થયેલા છે. તે ઉપરાંત 50 વર્ષીય પુરૂષ, 27 વર્ષીય મહિલા, 60 વર્ષીય પુરૂષ, 52 વર્ષીય મહિલા અને 29 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લામાં આજે વધુ 14 કેસ સામે આવતા જિલ્લાનો આંકડો 111 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી સુધી 6 લોકોના મોત થયા છે.

  • ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં -14
  • કલોલની હિંમત પાર્ક સોસાયટી- 6
  • વાવોલમાં- 2
  • ઝુન્ડાલમા- 3
  • બદપુરા- 1
  • રાંધેજા- 1
  • છાલા- 1

વાવોલમાં યુવક બાદ તેના પરિવારમાં રહેતા બે લોકો સંક્રમિત થયા છે. રોયલ બંગ્લોઝમાં રહેતા 60 વર્ષીય પુરૂષનો અને માણસા તાલુકાના બદપુરામાં રહેતી 24 વર્ષીય યુવતી પોઝિટિવ આવી છે. ઝુંડાલ ગામમાં એક સાથે ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં 10 વર્ષની કિશોરી, જ્યારે 64 વર્ષીય પિતા અને 35 વર્ષીય પુત્ર સંક્રમિત થયા છે. જ્યારે રાંધેજા શિવશક્તિ નગરમાં રહેતો 25 વર્ષીય યુવક સંક્રમિત થયો છે, જે આલમપુર એપીએમસીમાં કામ કરે છે.

રાંદેસણમાં એક આરોગ્ય કર્મી કોરોનામાં સપડાયા

જ્યારે છાલા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સ કોરોના પોઝિટિવ આવી છે. જેમાં છ વ્યક્તિના મોત પણ હજુ સુધી કોરોનાને કારણે થયા છે. તો ૨૦થી વધુ પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગઈકાલે ગાંધીનગર શહેરમાં સેક્ટર-૨૪માંથી એક પોઝિટિવ કેસ આજે સામે આવ્યો હતો જ્યારે કુડાસણમાંથી ત્રણ, નાના ચિલોડા અને કલોલમાંથી બે-બે તથા રાંદેસણમાં એક આરોગ્ય કર્મી કોરોનામાં સપડાયા છે.

આ તમામને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે પોઝિટિવ દર્દીના રહેણાંક વિસ્તારની આસપાસ હેલ્થ સર્વે પણ સઘન કરી દેવામાં આવ્યો છે. તો ગ્રામ્ય વિસ્તારમાંથી વધતી જતી દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સોસાયટીના આગેવાનો અને સરપંચો દ્વારા ગામમાં જડબેસલાક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

ખાનગી કંપની કે ધંધા રોજગાર માટે પણ ગ્રામજનોને ગામની બહાર જવા દેવામાં આવતા નથી. ગાંધીનગર શહેરમાં સેક્ટર-ર અને ૨૯માંથી અત્યાર સુધી સૌથી વધુ સાત પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે ત્યારે સૌથી ગીચ સેક્ટર-૨૪માંથી પણ દિવસે અને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને સાત સુધી પહોંચી ગઇ છે. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ગાંધીનગરના સૌથી મોટા સેક્ટર-૨૪માં અગાઉ ડ્રાઇવરના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ પોઝિટિવ આવ્યા હતાં.

ત્યારબાદ તેની પત્નિ અને યુવાન પુત્ર સંક્રમિત થયા હતાં. તો આ પરિવાર જ્યાં રહે છે તે શ્રીનગરમાંથી ૨૪ વર્ષિય યુવાન ઉપરાંત ધોબી કામના વ્યવસાય સાથે સંકળાયેલો ૪૧ વર્ષિય પુરુષ તા.૩૦મી મેએ પોઝિટિવ આવ્યા હતા. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારબાદ ધોબીના પરિવારમાં બે દિવસ પહેલાં પોઝિટિવ દર્દી સામે આવ્યો હતો. જ્યારે આજે આ પરિવારની ૩૦ વર્ષિય યુવતિ પણ પોઝિટિવ આવી છે. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

Read Also

Related posts

પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા માછીમારો વડોદરા રેલવે સ્ટેશને આવતા અધિકારીઓએ કર્યું સ્વાગત, વતનમાં પરત ફરતાં ખુશીનો માહોલ

HARSHAD PATEL

પર્યાવરણ દિને પ્રારંભ/ 1 વર્ષમાં સુરત વન વિભાગ દ્વારા 200 હેકટરમાં 2 લાખ મેન્ગ્રોવ વૃક્ષોનું વાવેતર કરાશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી

HARSHAD PATEL

90 કરોડનો ખર્ચ અને મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન, બ્રિજની સેફ્ટીવોલનો 30 કિલોનો માચડો મોતની લટકતી તલવારની જેમ રાજકોટવાસીઓ માથે…..

pratikshah
GSTV