GSTV
Gujarat Government Advertisement

ગાંધીનગરમાં કોરોનાના કેસ વધારવામાં અમદાવાદનો સિંહફાળો, બોર્ડર બંધ કરી લોકો અવર-જવર ન કરે તેવી માગ ઉઠી

corona

Last Updated on April 24, 2020 by Karan

ગાંધીનગર શહેર અને જિલ્લામાં હાલની સ્થિતિમાં બે મોત સહિત કુલ ૧૯ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. લોકડાઉન -2ના અમલ પછી ગ્રામ્ય વિસ્તારોમાં વધેલાં કોરોનાના કેસ પૈકી મોટાભાગના દર્દીઓ અમદાવાદ કનેક્શનના જ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે મળેલી પ્રભારી સચિવની બેઠકમાં પણ અમદાવાદ અવર જવર કરતાં લોકો ઉપર સદંતર રોક લગાવવા માટે જિલ્લાના અધિકારીઓએ સચિવને ભલામણ કરી છે. આ બાબતે પોલીસ તંત્ર પણ એલર્ટ રહે તે માટે સુચના આપવામાં આવી છે. અમદાવાદની સરહદ ઉપર આવેલા ગાંધીનગરના ગામોને અગાઉથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમ છતાં અમદાવાદમાં કર્ફ્યુ અને ગાંધીનગરમાં લોકડાઉનની સ્થિતિને બેધ્યાન કરીને લોકો અવર જવર કરી રહ્યાં છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે.

કુલ દર્દી 2626, 112ના મોત અને 258 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ165269113
વડોદરા2181153
સુરત  4561313
રાજકોટ 410012
ભાવનગર330518
આણંદ330209
ભરૂચ 290203
ગાંધીનગર 190211
પાટણ150111
નર્મદા120000
પંચમહાલ 120200
બનાસકાંઠા160001
છોટાઉદેપુર110003
કચ્છ060101
મહેસાણા070002
બોટાદ110100
પોરબંદર030003
દાહોદ 040000
ખેડા 050001
ગીર-સોમનાથ030002
જામનગર010100
મોરબી 010000
સાબરકાંઠા030002
મહીસાગર90000
અરવલ્લી 180100
તાપી010000
વલસાડ040100
નવસારી010000
ડાંગ010000
સુરેન્દ્રનગર010000
કુલ2626112258

અમદાવાદના કારણે બે પોઝિટીવ

ગાંધીનગર તાલુકાના નાના ચિલોડા અને ત્યારબાદ ઝુંડાલમાં પણ અમદાવાદના કારણે બે કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયાં હતાં. તો આજે આવેલાં બે દર્દીઓનું પણ અમદાવાદ કનેક્શન સામે આવી રહ્યું છે. ઇટાદરાના વૃદ્ધ અમદાવાદના હોટ સ્પોટ એવા બહેરામપુરાથી આવ્યા હતા અને ત્યારબાદ કોરોનામાં સપાડાયા છે. તો ભાટમાં રહેતી યુવતિ પણ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા બાદ ચેપગ્રસ્ત હોવાની આરોગ્ય તંત્રએ શક્યતા વ્યક્ત કરી છે.

વ્યક્તિ અવર-જવર ન કરે તેવી ભલામણ

આવી સ્થિતિમાં ગાંધીનગર શહેર અને જિલ્લાની તમામ બોર્ડર સંપુર્ણ સીલ કરી દેવા માટે આજે અધિકારીઓનો પ્રભારી સચિવની બેઠકમાં એક સુર ઉઠયો હતો. જિલ્લાના અધિકારીઓએ પ્રભારી સચિવને જિલ્લાની બોર્ડર બંધ કરી કોઇપણ વ્યક્તિ અવર જવર ન કરે તે માટે ભલામણ કરી છે. ત્યારે પોલીસ તંત્રને પણ આ બાબતે સચિવે મૌખિકમાં સુચના આપીને લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તે માટે જણાવ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!