ગુજરાતમાં બેફામ કોરોનાના કેસો જે રીતે વધી રહ્યાં છે તે સ્થિતિ જોતા લાગે છે કે, કદાચ હજુ પણ આગળના સમયમાં કેસો વધે અને લોકો મૃત્યુ પામે તો નવાઇ નહીં. કારણ કે કોરોનાના વધતા જતા કેસોને કારણે હવે હોસ્પિટલો પણ ફૂલ થઇ ગઇ છે તેમજ બેડો પણ ખૂટી ગયા છે. બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે પણ પડાપડી થઇ રહી છે. તો આ સાથે જ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનોમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યાં છે.

ગત વર્ષમાં કુલ 1 હજાર 230 મૃતદેહો આવ્યાં હતાં
એવામાં ગાંધીનગરમાં કોરોનાના દર્દીઓના મોતને કારણે સ્મશાનમાં મૃતદેહોની અંતિમ વિધિ માટે પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં એકસાથે 4 મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવી. આ દરમ્યાન અન્ય 8 મૃતદેહો વેઇટિંગમાં જોવા મળ્યાં હતાં. ગાંધીનગરના સ્મશાનમાં ચાલુ મહિનામાં જ 420 મૃતદેહોના કોવિડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. જ્યારે કે ગત વર્ષમાં કુલ 1 હજાર 230 મૃતદેહો આવ્યાં હતાં. ગાંધીનગરમાં અંતિમ વિધિ માટે અમદાવાદ, માણસા અને હિંમતનગર તેમજ કલોલથી પણ મૃતદેહો આવી રહ્યાં છે.

સ્મશાનમાં ભર બપોરે અંતિમ ક્રિયા માટે 20 મૃતદેહોનું વેઈટિંગ
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સ્મશાનમાં ભર બપોરે અંતિમ ક્રિયા માટે 20 મૃતદેહોનું વેઈટિંગ જોવા મળ્યું છે. ગાંધીનગરના સેકટર 30માં આવેલા સ્મશાનમાં ભર બપોરે બે વાગ્યે પણ આઠ-દશ નહીં પરંતુ 20 મૃતદેહો અંતિમ ક્રિયા માટે વેઈટિંગમાં જોવા મળ્યાં હતાં. અત્યંત હ્રદયદ્વાવક અને હચમચાવી દે તેવાં આ દ્રશ્યો મોતનું તાંડવ દર્શાવવા પુરતા છે. સ્મશાનમાં સતત ચિતાઓ સળગતી રહે છે અને તેમાં માત્ર મૃતદેહો બદલાય છે. તેમ છતાં 20 મૃતદેહો તો હજુ વેઈટિંગમાં જોવા મળી રહ્યાં છે. હાલમાં આવી દયનીય સ્થિતિ ગાંધીનગરની જોવા મળી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો
- મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ, સન્માન છે કે વોટ બેન્ક કવર કરવાનો ટાર્ગેટ
- 1 એપ્રિલ 2023થી થઈ રહ્યો છે મોટો બદલાવ, 15 વર્ષ જૂની ગાડીઓ માટે નવો કાયદો બનશે અમલી
- પેપરલીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું