GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ગાંધીનગરની કલાસ વન અધિકારી સાથે પતિ કરતો અપ્રાકૃતિક સેક્સ, ભાજપના પૂર્વ નેતા એવા સસરા કરતા ગંદો ટચ

પતિ

ગાંધીનગરનાં કૃષિ ભવનમાં ફરજ બજાવતાં ક્લાસ વન અધિકારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મહિલા અધિકારીએ પોતાના સસરા અને બાયડના ભાજપના પૂર્વ નેતા મણિલાલ પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતા ગંદા સ્પર્શ કરતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મહિલા અધિકારીએ કરેલી પોલીસ ફરિયાદ અનુસાર પતિ તેના પર અપ્રાકૃતિક સેક્સ માટે દબાણ કરતો હતો. મહિલા અધિકારીની નણંદ, નણદોઇ અને સાસુ-સસરાની ચડામણીના પગલે પતિ તેની પાસે પૈસાની પણ માંગ કરતો. જો મહિલા પૈસા આપવાનો ઇનકાર કરે તો તેની સાથે મારઝૂડ અને ગાળાગાળી કરવામાં આવતી.

પતિ

આ ઉપરાંત મહિલાના શંકાશીલ પતિને તેના આડા સંબંધો હોવાની પણ શંકા હતી. જેના કારણે તેમના વચ્ચે અવારનવાર ઝગડા થતા રહેતા. જેથી તેમના વચ્ચે સમાધાન કરવા માટે મહિલાના સાસુ-સસરા પણ તેમની સાથે રહેવા માટે ગાંધીનગર આવ્યા હતા. જો કે સમાધાન કરવાના બદલે સસરા જ પોતાની સ્વરૂપવાન પુત્રવધૂ પર મોહી પડ્યા હતા અને પતિની ગેરહાજરીમાં પુત્રવધુ પર ખરાબ નજર રાખી તેને ખરાબ રીતે સ્પર્શ કરતા હતા. વાત આટલે જ અટકી ન હતી. પુત્રવધૂ પર મોહી પડેલા સસરાએ તેને ચિઠ્ઠી લખીને પણ તમામ હદો વટાવી દીધી હતી. હદ તો ત્યારે થઇ જ્યારે સસરાની ઇચ્છા પૂરી ન કરવા પર પતિએ પણ મહિલા અધિકારીને પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી દીધી. આખરે મહિલા અધિકારીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી અને સસરાની માંગણીઓની ચિઠ્ઠી પુરાવા રૂપે રજૂ કરી હતી.

પતિ

શું છે સમગ્ર મામલો

ગાંધીનગર કૃષિ ભવનમાં ફરજ બજાવતાં કલાસ વન મહિલા અધિકારીએ તા. 14મી જુલાઈ 2003 નાં રોજ પરિવારની સંમતિ વિના સેકટર – 14 માં રહેતાં જયેશ પંચાલ સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા. શરૂઆતમાં આણંદ રહ્યા પછી દંપતી ગાંધીનગર સેકટર – 14 ખાતે રહેવા માટે આવ્યું હતું. ત્યારે પતિ જયેશ વારે તહેવારે બાયડ તેના પરિવારને મળવા જતો હતો. બાદમાં વર્ષ 2008 માં પુત્રનો જન્મ થતાં પતિ જયેશ આડા સંબંધોની શંકાર રાખી માર મારવા લાગ્યો અને ત્રાસ ગુજારવા લાગ્યો હતો. આ ઉપરાંત સાસુ પુષ્પાબેન, સસરા મણીભાઈ, બે નણંદો અને તેના પતિઓ ચઢવણી કરતાં હોવાથી જયેશ વધુને વધુ ત્રાસ આપતો રહેતો હતો. એટલે સુધી કે આ લોકોએ મહિલા અધિકારીનો તગડો પગાર પણ માંગવા માંડયો હતો અને ઘર ચલાવવાની જવાબદારી પણ માથે થોપી દીધી હતી. પતિ પુત્રોની હાજરીમાં માર પણ મારતો હતો અને અપશબ્દો પણ બોલતો.

પતિ

પરિવારની સંમતિ વિના લગ્ન કર્યા હોવાથી મહિલા અધિકારી બધો ત્રાસ મૂંગા મોઢે સહન કરતા રહ્યા હતા. વર્ષ – 2010 માં સાસુ સસરા તેમની સાથે રહેવા આવ્યા હતા. પરંતુ દંપતી વચ્ચે અવારનવાર ઝગડા થતાં રહેતાં હોવાથી સાસુ ચાર પાંચ મહિના રોકાણ કરીને પરત બાયડ જતાં રહ્યાં હતાં. પણ સસરા મણીભાઈ તેમની સાથે રહેવા લાગ્યા હતા. જોકે, સસરાનાં મલિન ઈરાદાથી અજાણ મહિલા અધિકારીએ સસરાનાં રોકાવા તરફ બહુ ખાસ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ સસરા પતિની ગેરહાજરીનો લાભ લઇ પુત્રવધૂ સાથે અડપલા કરતો. ધીમે ધીમે સસરાની કરતૂત વધવા માંડતા તેનો મલિન ઈરાદો મહિલા અધિકારીને ખ્યાલ આવી હતો. હદ તો ત્યારે થઇ જ્યારે તેણે પુત્રવધુને ચિઠ્ઠી પણ લખી નાખી હતી. અને પોતે જાય પછી વાંચીને ફાડી નાખવા પણ કહ્યું હતું.

આ બાબતે મહિલા અધિકારીએ સસરાની કરતૂતની જાણ પતિ તેમજ સાસરીમાં કરી હતી. પરંતુ પતિ જયેશ ઉલ્ટાનો સસરા કહે એમ એટલે કે ઈચ્છા પૂરી કરી દેવાની નહીં તો પુત્રને મારી નાખવાની ધમકીઓ આપવા માંડ્યો હતો. આ સાંભળી મહિલા અધિકારીનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વાત આટલે ન અટકી પરંતુ પતિ માર મારીને અપ્રાકૃતિક સેક્સ માટે પણ દબાણ કરવા લાગ્યો હતો. પતિ જયેશ તેણીને શારીરિક માનસિક ત્રાસ આપવાની કોઈ કસર બાકી રાખી ન હતી. આખરે કંટાળીને મહિલા અધિકારીએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની મદદ લઈને મહિલા પોલીસ મથકમાં સાસરિયા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરાવી સસરાએ લખેલી ચિઠ્ઠી પણ પુરાવા રૂપે રજૂ કરી છે.

Read Also

Related posts

ચૂંટણી મોડમાં ભાજપ : જાહેરાત પહેલાં જ 1000 કરોડના કામના થઈ જશે ખાતમુહૂર્ત, સમીક્ષા બેઠક યોજાઈ

Zainul Ansari

ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો

Zainul Ansari

ચૂંટણી ઈફેક્ટ/ રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં, ગરીબોને બખ્ખાં થઈ જશે

pratikshah
GSTV