GSTV

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

ઇમ્યુનીટી

Last Updated on July 30, 2021 by pratik shah

અમદાવાદ સિવિલ અને વડોદરાની ગોત્રી હોસ્પિટલ બાદ હવે પાટનગર ગાંધીનગરની સિવિલમાં પણ નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકે તે માટે મધર મિલ્ક બેંક શરૂ કરવામાં આવશે જેના માટે જરૂરી મશીનરીની ખરીદી કરવામાં આવી છે. જે નવજાત શિશુઓ ફિડીંગ નહીં કરી શકતા હોય તેના માટે આ મિલ્ક બેંક આશીર્વાદરૂપ બની રહેશે.

ગાંધીનગર સિવિલમાં વર્ષ 2018માં આ પ્રોજેક્ટ માટે કાર્યવાહી હાથ ધરાઇ

ગાંધીનગર સિવિલમાં વર્ષ 2018માં આ પ્રોજેક્ટ માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતુ કોઇ કારણોસર આ પ્રોજેક્ટ શરૂ થઇ શક્યો ન હતો… હવે સરકાર દ્વારા મિલ્ક બેંક ઉભી કરવા માટે પ્રથમ તબક્કે 40 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાંથી માતાના દૂધને સ્ટોરેજ કરવા માટેના મોટા ફ્રીજ તેમજ દૂધને પેશ્ચુરાઇઝ કરવા માટેનું મશીન પણ ખરીદી લેવામાં આવ્યું છે. આગામી ઓગસ્ટ મહિનામાં મધર મિલ્ક બેંક શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!