GSTV
Home » News » કોંગ્રેસના ધારાસભ્યો મારા સંપર્કમાં, થશે નવાજૂની, મોદી સાથે મીટિંગ મામલે બાવળિયાએ કર્યો આ ખુલાસો

કોંગ્રેસના ધારાસભ્યો મારા સંપર્કમાં, થશે નવાજૂની, મોદી સાથે મીટિંગ મામલે બાવળિયાએ કર્યો આ ખુલાસો

રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ ફરી એક વખત જસદણના ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા બાદ જસદણ બેઠક ખાલી થઈ હતી. અને જસદણને પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાએ કોંગ્રેસના અવસર નાકિયા સામે 19 હજાર 979 મતની જંગી બહુમતીથી જીત મેળવી હતી  ભાજપના મંત્રી કુંવરજી બાવળિયા જસદણ પેટાચૂંટણીનો જંગ જીત્યા બાદ આજે છઠ્ઠી વખતે આજે 12:39 કલાકે ધારાસભ્ય તરીકેનાં શપથ લીધા છે. આ પ્રસંગે તેમણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. કુંવરજી બાવળિયાએ મીડિયા સાથની વાતચીત કરતા કહ્યું કે, ‘જસદણ વિધાનસભા મતવિસ્તારમાંથી હું આ વખતે છઠ્ઠી વખત ચૂંટાયો છું. તે વિસ્તારનાં મતદાતાઓ જે રીતે વર્ષોથી મારા પર વિશ્વાસ રાખીને ચાલ્યા છે તેમ જ આ વખતે પણ મારી પર વિશ્વાસ કર્યો છે. મેં પરિવર્તન કર્યું હોવા છતાંપણ તે વિસ્તારના મતદાતાઓએ મને મત આપ્યાં અને સારી બહુમતીથી વિજય કરાવ્યાં છે. આ વખતે અમારી જીત ભાજપનું સંગઠન, કાર્યકર્તાઓનાં સહિયારા પ્રયાસને આભારી છે. ત્યાંના મતદારોની આ જીત છે.’

‘કોંગ્રેસનાં અનેક કાર્યકર્તાઓ મારા સંપર્કમાં’

બાવળિયાએ કોંગ્રેસ અંગે બોલતા જણાવ્યું કે, ‘ચૂંટણી વખતે કેટલાક કોંગ્રેસનાં ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ મારી સાથે સંપર્કમાં છે. તેઓ ત્યાં ગૂંગળામળ અનુભવે છે. તે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. 2019ની ચૂંટણી પહેલા તેઓ પણ કંઇ નવાજૂની કરવાનાં મૂડમાં છે.’ પીએમ મોદી સાથેની તેમની મુલાકાત અંગે પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે, ‘હું ચૂંટણી પછી માનનીય વડાપ્રધાન અને અમિત શાહને મળી શક્યો ન હતો. એટલે તે મુલાકાત તો માત્ર શુભેચ્છા મુલાકાત હતી.’ મહત્વનું છે કે, ‘ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90268 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને 70283 મત મળ્યા હતા. એટલે કે ભાજપના કુંવરજીની 19985 મતથી જીત થઇ હતી .’

શક્તિ પ્રદર્શન કરવાનો ભાજપનો એકમાત્ર હેતુ એ હતો કે 11 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં ભાજપનો રકાસ થયો હતો. કોંગ્રેસે પંજાને લહેરાવ્યો હતો જ્યારે ભાજપનું કમળ તળાવમાં ડૂબી ગયું હતું. જેના કારણે એવા સંજોગો પણ ઉતપન્ન થયેલા કે જસદણમાં કુંવરજી હોવા છતા ભાજપ હારશે, પણ કુંવરજી જીત્યા હતા અને ભાજપે મહાસભા સંબોધી હતી. જેમાં ભરત બોઘરાએ કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુને તેણે જસદણમાં કરેલી રેલી પ્રમાણે જ જવાબ આપ્યો હતો. ભાજપની ખુશી જોતા લાગતું હતું કે હવે જોરદાર શક્તિપ્રદર્શન કરી આગામી લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે ત્યાં તો બધુ ઓલવાઇ ગયું.

મોદી સાથે કરી હતી મુલાકાત

દિલ્હીથી આવ્યા બાદ એકાએક આજે જ તેઓ શપથ લેવાના છે. મોદી અને અમિત શાહને મળ્યા બાદ એકાએક કાર્યક્રમ ગોઠવાયો છે. ભાજપ તેમના શપથ ગ્રહણ સમારંભામાં શક્તિ પ્રદર્શન કરવા માગતી હતી. ગઇ કાલે જ મોદીએ બાવળિયા સાથેનો ફોટોગ્રાફ Tweet કર્યો હતો.

ધારાસભ્ય તરીકેની શપથ લેતા પહેલા બાવળિયાને દિલ્હી બોલાવવામાં આવતા તેઓ વિંછીયાના કાર્યક્રમો રદ કરી દિલ્હી પહોંચ્યા હતા. જસદણની પેટાચૂંટણીમાં જીત બાદ તેઓ પહેલીવાર પીએમ મોદી અને અમિત શાહને મળ્યા છે. આ અંગે બાવળિયાએ જીએસટીવી સાથે એક્સકલુસિવ વાતચીત કરી હતી.

ભાજપને કેમ છે બાવળિયા પર વધુ ભરોસો

જસદણ બેઠકનો પર્યાય બની ગયેલા કુંવરજી બાવળિયા તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. 1985માં કુંવરજી બાવળિયા સૌપ્રથમ જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ પ્રથમ જ ચૂંટણીમાં તેમણે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. 1990ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો. પરંતુ 1995ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને સૌપ્રથમ વખત ધારાસભ્ય બન્યા. 1998ની ચૂંટણીમાં પણ કુંવરજી બાવળિયાએ વિજયનો સ્વાદ ચાખ્યો. તો 2002માં યોજાયેલી ચૂંટણીમાં પણ કુંવરજીએ જંગી લીડથી જીત મેળવી હેટ્રિક સર્જી હતી.

Related posts

મેનોપોઝ વખતે વધી જાય છે હ્રદયરોગનું જોખમ, આ તકેદારીઓ રાખવી છે જરૂરી

Bansari

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!