ગાંધીનગરઃ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અશોક પટેલની અંતિમ યાત્રા નિકળી

ગાંધીનગરના કલોલના છત્રાલ ગામના અશોક પટેલની અંતિમ યાત્રા નિકળી હતી. અશોક પટેલની અંતિમ યાત્રા દરમ્યાન છત્રાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અંતિમ યાત્રા દરમ્યાન લોકોએ કેસરી ઝંડા સાથે જયશ્રી રામના નારા લગાવ્યા હતા. છત્રાલમાં અશોક પટેલની અંતિમ યાત્રા દરમ્યાન કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

મહિલા સહિત આજુ-બાજુના ગામના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. અંતિમ યાત્રામાં મહિલાઓ પણ જોડાઈ હતી. અશોક પટેલના મૃત્યુથી તેમના પરિવારમાં માતમ છવાયો છે. ત્રણ દિવસ અગાઉ અશોક પટેલની કેટલાક શખ્સો દ્વારા કરાયેલી કરપીણ હત્યાને લઈને કલોકમાં અજંપાભર્યો માહોલ હતો. અશોક પટેલની હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીને ઝડપી પાડવામાં આવતા અશોક પટેલના પરિવારે મૃતદેહ સ્વિકાર્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter