GSTV
Home » News » ગાંધીનગરથી આનંદીબેન પટેલ કે તેમની દિકરી કોઈ પણ ચૂંટણી નહીં લડે

ગાંધીનગરથી આનંદીબેન પટેલ કે તેમની દિકરી કોઈ પણ ચૂંટણી નહીં લડે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગાંધીનગર લોકસભા સીટથી ચૂંટણી લડવાની સંભાવના કારણે મધ્યપ્રદેશની હાલની રાજ્યપાલ આનંદી બેન પટેલે ચૂંટણી લડવાથી ઈન્કાર કરી દીધો છે. અને પોતાની દિકરી અનાર પટેલના પ્રસ્તાવને પણ ખારીજ કરી દીધું છે. ગાંધીનગર સીટ માટે માત્ર બે નામો છે એક અમિત શાહ અને બીજુ નામ લાલ કૃષ્ણ અડવાણી. અડવાણી હવે ઉંમર લાયક થયા છે ત્યારે તેમની જગ્યાએ ગાંધીનગરની રાજનૈતિક સીટને કાબુમાં લેવા માટે ભાજપ કદાવર નામને ઉતારવાની પળોજણમાં લાગેલું છે.

લોકસભા ચૂંટણીનો અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે ભાજપે આ સીટ ગુમાવી નથી. ઉપરથી ત્યાં રાષ્ટ્રીય કક્ષાના ઉમેદવારો જ ઉતર્યા છે. લાલ કૃષ્ણ અડવાણી સિવાય ત્યાં ભાજપના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજેપાયીએ પણ પોતાની કિસ્મત અજમાવી હતી. ત્યારે હવે ફરી એક મોટા નામની ચર્ચા થઈ રહી છે.

પ્રદેશની રાજ્યપાલ અને ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાંચ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતના લાંબા દોરા બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે, આનંદીબેન પટેલ લોકસભાની ચૂંટણી લડશે. આનંદીબેનને ગાંધીનગર લોકસભાની ટિકિટ માટે સેન્સના નિરીક્ષકોએ લેખિત રૂપમાં પ્રસ્તાવ પણ આપ્યો હતો. પણ આનંદીબેને ચૂંટણી લડવાથી ઈન્કાર કરી દીધો. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આનંદીબેન પટેલના નામને દાવા સાથે હટાવી લેવામાં આવ્યું હતું.

પાર્ટીના સુત્રોએ કહ્યું છે કે, આનંદીબેન પટેલના સમર્થકો તેમને લોકસભા ચૂંટણી લડાવવા માગે છે. પણ પાર્ટીમાં વિવાદ વધતાની સાથે આનંદીબેનના સમર્થકોએ કહ્યું કે, તેમણે આનંદીબેન અને દિકરી અનારની ટિકિટની માગને પરત ખેંચી લીધી છે. તેમણે કહ્યું છે આનંદીબેન પટેલ પોતાની દિકરીને રાજનીતિમાં નથી લાવવા માગતી.

READ ALSO

Related posts

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur

અમદાવાદ : ભાજપના કાર્યકર્તાની હત્યા પાછળ સાઈકલ ગ્રૂપના લોકો હોવાનું સામે આવ્યું

Mayur

સરદાર પટેલની વધુ એક મૂર્તિનું અનાવરણ કરવા માટે આ તારીખે પ્રધાનમંત્રી ગુજરાતમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!