GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગાંધીનગર/ વિવિધ આંદોલનને ડામવા પોલીસ એક્શન મોડમાં, આંદોલન થશે તો થશે કાયદેસરની કાર્યવાહી

રાજ્યનું પાટનગર આંદોલનની નગરી બની છે. વિવિધ સંગઠનો, સરકારી કર્મચારીઓ સહિતના લોકો એ રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે આ વચ્ચે ગાંધીનગરથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં ચાલતા વિવિધ આંદોલનને ડામવા પોલીસ એક્શન મોડમાં આવી છે. જેમાં આજે ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓને સહિત વિવિધ આંદોલન કે ધરણાની મંજુરી આપવામાં આવી નથી. પોલીસ દ્વારા આંદોલન થશે તો કાયદેસરની કાર્યવાહીની આંદોલનકારીઓને કડક સુચના આપવામાં આવી છે.

  • ગાંધીનગરમાં આદોલનોને લઈ પોલીસ એક્શનમાં
  • પાટનગરમાં આજે કોઈ આંદોલનને મંજૂરી નહીં
  • આંદોલનકારીઆેને અપાઈ કડક સુચના

ગાંધીનગરમાં રાજ્યના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.મોટી સંખ્યામાં કર્મચારીઓ આંદોલન પર ઉતરતા પોલીસે તમામની અટકાયત કરી.સચિવાલય માર્ગ પર હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું.

READ ALSO

Related posts

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL

મતના ગણિત/ ભાજપ 60 લાખ આ મતદારોને કરશે ટાર્ગેટ, પીએમ મોદી કરી શકે છે સીધો સંવાદ

HARSHAD PATEL

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો! મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું, પંજાને છોડી જોડાયા આપમાં

pratikshah
GSTV