ગાંધીનગર: ભાજપ સંસદીય બોર્ડની બે દિવસની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં ભાજપ સંસદીય બોર્ડની બે દિવસની બેઠક યોજાઈ છે. બે દિવસ મળનારી આ બેઠકમાં આજે 11 જિલ્લાના 38 તાલુકા પંચાયતોના પદાધિકારીઓ પર ચર્ચા થઈ રહી છે. અમદાવાદની ચાર તાલુકા પંચાયતો, સુરેન્દ્રનગરની પાંચ, કચ્છની આઠ, ભાવનગરની બે અને રાજકોટની ચાર તાલુકા પંચાયતોની ચર્ચા થશે.

જ્યારે કે બપોર બાદ ગીર સોમનાથની ચાર, જૂનાગઢની બે, પોરબંદરની ત્રણ તાલુકા પંચાયત ઉપરાંત અમરેલી, દ્વારકા અને ડાંગની બે-બે તાલુકા પંચાયતોની પણ ચર્ચા થશે. પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને સરકારના પ્રધાનો હાજર રહ્યા.

સાથે જ જે-તે જીલ્લાના સંસદ સભ્યો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા. જેમાં નક્કી કરાયું કે ચૂંટણી હશે ત્યારે જ પદાધિકારીઓને મેન્ડેટ આપવામાં આવશે. આગામી 20 તારીખે પીએમ મોદી ખેડૂતો સાથે સીધી વાત કરશે. જ્યારે કે 25 જૂને અમિત શાહની હાજરીમાં ચિંતન શિબિર યોજાશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter