GSTV

પોલીસ રેડ / પાટનગરમાં બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ, 9 યુવતીઓ અને 4 યુવકોની અટકાયત

Last Updated on November 28, 2021 by Dhruv Brahmbhatt

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં પોલીસે દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યાં છે. ઈન્ફોસીટી પોલીસને ફરિયાદ મળતાં જ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્વાગત એફોર્ડ રેસિડેન્સીના એક મકાનમાં કેટલાંક લોકો મોટા અવાજે મ્યુઝીક વગાડતા હોવાની ગાંધીનગર પોલીસ કંટ્રોલને ફરિયાદ મળી હતી. આથી ઈન્ફોસિટી પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે કેટલાંક યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં.

નશાની હાલતમાં તેઓ ફુલ ટલ્લી થઈ ગયા હતાં. પોલીસે આ ઘટનામાં 13 જેટલાં નબીરાઓની અટકાયત કરી છે કે જેમાં 9 યુવતીઓ છે. સાથે ડ્રગ્સનું સેવન કરતા હોવાની પણ શંકા સેવાઈ રહી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, તમને જણાવી દઇએ કે, આ મામલામાં મોટા ભાગની યુવતીઓ ગુજરાત બહારની હોવાનું સામે આવ્યું છે.

ઝડપાયેલાં નબીરાઓ

1 – અક્ષત વરપ્રષાદ તનકુ , હૈદરાબાદ
2 – સ્મૃતિ સદાનંદ પૂજારી , મુંબઈ
3 – પૂજા મંગેશ સાંબારે , હૈદરાબાદ
4 – પ્રજ્વલ વિજયભાઈ કશ્યપ , મધ્યપ્રદેશ
5 – પાર્થ રાજેન્દ્રભાઈ સોજીત્રા , ગંગોત્રી સોસાયટી , નિકોલ ,અમદાવાદ
6 – અર્જુન દિલીપભાઈ કાનત , મહારાષ્ટ્ર
7 – શ્રીજા શ્રીનિવાસ અપન્ના , હૈદરાબાદ
8 – નમ્રતા મનોજભાઈ અગ્રવાલ , મુંબઈ
9 – દિવ્યાન્શી મેહુલભાઈ શર્મા , જયપુર , રાજસ્થાન
10 – શ્રેયા રામાનંદ મિશ્રા , હરિયાણા
11 – નિહારિકા રાહુલ જૈન , હરિયાણા
12 – ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત , દિલ્હી
13 – અવની રાકેશભાઈ અગ્રવાલ , કોટા , રાજસ્થાન

આ છે એવાં નબીરાઓનાં નામ કે જેઓને રતીભર પણ શરમ ન હોતી કે તેમને કોઈ ગુનો કર્યો છે. ‘ઉલટા ચોર કોતવાલ કો ડાંટે’ તે પ્રકારે પાર્થ સોજીત્રાએ મીડિયા સાથે પણ અભદ્ર વર્તન કર્યું ત્યારે અહીંયા પ્રશ્ન એ થાય કે સ્થાનિક લોકો જાણ કરે ત્યારે જ કેમ પોલીસ જાગે છે. પોલીસના નાર નીચે જ ગુજરાતમાં દારૂ આવે તો પણ પોલીસને કેમ ગંધ નથી આવતી?

READ ALSO :

Related posts

સોખડા: હરિપ્રસાદ સ્વામીના ડ્રાઇવર રહી ચૂકેલા પ્રાનેશને મંદિર છોડી દેવાની ધમકી મળી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

pratik shah

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!