GSTV

બ્રિટનમાં મહાત્મા ગાંધીના ગોલ્ડન ફ્રેમ ચશ્માની થશે હરાજી, આવી શકે છે આટલી કિંમત

Last Updated on August 10, 2020 by pratik shah

ગાંધીજીને 1900 ના દાયકામાં ભેટમાં મળેલા અને તેમણે પહેરેલા મનાતા સોનેરી ફ્રેેમના ચશ્મા બ્રિટનમાં થનારી હરાજીમાં આશરે રૂપિયા 14 લાખમાં વેચાશે, એમ નીલામ ઘરના અધિકારીએ કહ્યું હતું.

ચશ્માનો છે ભવ્ય ઇતિહાસ

દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં હનહામમાં ઇસ્ટ  બ્રિસ્ટલ ઓકશને આજે કહ્યું હતું કે આ ચશ્મા મેળવી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.તેમના લેટર બોક્સમાં એક પરબીડિયામાં આ ચશ્મા મળ્યા હતા. જો કે આ ચશ્માનો ભવ્ય ઇતિહાસ છે તેની તેમને જાણ જ નહતી.

ઐતિહાસિક મહત્વ છે ચશ્માનું

‘આ ખુબ જંગી શોધ છે જેનો ઐતિહાસિક મહત્તવ છે. ચશ્મા આપનાર માટે આ ચશ્માનો મૂલ્ય નહતો. તેણે અમને કહ્યું હતું કે જો તમારા કામના ના હોય તો તેને ફેંકી દેજો’એમ હરાજી કરનાર એન્ડી સ્ટોવે કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે જ્યારે આ ચશ્માના મૂલ્યની વાત કરી ત્યારે તો એ ખુરશીમાંથી લગભગ પડી જ ગયા હતા. આ ખરેખર હરાજીમાં એક મોટી વાત હશે જેનું અમે સપનું જોતા હતા.

1910થી 1930 દરમ્યાન ગાંધીજી બ્રિટનમાં કર્યો હતો ઉપયોગ

ઓનલાઇન હરાજીમાં પાંચ હજાર પાઉન્ડની જેની બોલી અત્યારથી જ લાગી ગઇ છે તે ચશ્મા ઇંગ્લેન્ડમાં એક વયોવૃધ્ધ વ્યક્તિ પાસે હતા જેમને તેમના પિતાએ કહ્યું હતું કે તેઓ દક્ષિણ આફ્રિકામાં  1910 થી 1930ની વચ્ચે બ્રિટિશ પેટ્રોલિયમમાં કામ કરતા હતા ત્યારે તેમને  આ ચશ્મા તેમના કાકાએ ભેટમાં આપ્યા હતા. ‘પેર ઓફ મહાત્મા ગાંધીસ પર્સનલ સ્પેકટેકલ્સ’નામની હરાજી 21 ઓગસ્ટે કરાશે. ભારત સહિતના અનેક દેશોએ આ ચશ્મા ખરીદવામાં રસ દર્શાવ્યો હતો.

MUST READ:

Related posts

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana

કોરોનાએ 8 મહિનાનો રેકોર્ડ તોડયો : 24 કલાકમાં 3.17 લાખથી વધુ કેસ : દૈનિક મૃત્યુ દર 350થી ઉપર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!