GSTV

ગાંધીજીનું કદ ભારત રત્ન કરતાં પણ ઘણું મોટું : સુપ્રીમે એવોર્ડ આપવાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રત્યે દેશવાસીઓને અત્યંત ઉચ્ચ કક્ષાના માન- સન્માનની લાગણી છે, જે કોઇ પણ ઔપચારિક સન્માન કરતાં અધિક છે, એમ જણાવીને ગાંધીજીને ‘ભારતરત્ન’ એવોર્ડની નવાજેશ કરવાની માગણી કરતી જાહેર હિતની અરજીને કાઢી નાખી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબ્ડે, ન્યાયમૂર્તિ બી.આર.ગવઇ અને ન્યાયમૂર્તિ સૂર્ય કાંતને સમાવતી બેન્ચે, જો કે, ઉપરોક્ત અરજી કરનાર અનિલદત્ત શર્મા નામના નાગરિકને, એમની આ રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ કરવા સૂચવ્યું છે.

શર્માએ એમની અરજીમાં કોર્ટ, ગાંધીજીને ભારતરત્ન આપવા માટે સરકારને નિર્દેશ કરે, એવી માગણી કરી છે. ”મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. લોકો એમના માટે અત્યંત ઉચ્ચ દરજ્જાના સન્માનની લાગણી ધરાવે છે, કે જે કોઇ પણ ઔપચારિક કદર કરતાં મહાન છે, ”એમ ન્યાયમૂર્તિઓની બેન્ચે, અરજી વિષેના એમના નિર્ણયમાં જણાવ્યું.

”રાષ્ટ્રપિતાને ‘ભારતરત્ન’ એવોર્ડની નવાજેશ કરવા માટે સરકારને નિર્દેશ કરવો એ ન્યાયને યોગ્ય મુદ્દો નથી,” એમ બેન્ચે ઉમેર્યું છેત્ બેન્ચે જો કે મહાત્મા ગાંધીને સત્તાવાર સન્માન અર્પણ કરવાની અરજદારની લાગણી સાથે સંમતિ દર્શાવી છે. ”અમે આ વિષે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની આપને પરવાનગી આપીએ છીએ”, એમ બેન્ચે અરજદારને જણાવીને અરજી કાઢી નાખી છે.

READ ALSO

Related posts

2015થી અત્યારસુધીમાં મોદીએ 58 દેશોના કર્યા પ્રવાસ, વિદેશમંત્રાલયે ખર્ચનો આંક પણ કર્યો જાહેર

Karan

ઓફર/ SBIએ જૂની લોન માટે નવી નીતિ જાહેર કરી, લોનની મુદત લંબાવવા કે EMI માટે ઘરબેઠા કરી શકાશે અરજી

Dilip Patel

SC અને STને પગભર કરવા માટે આ રાજ્ય સરકાર લાવશે Exclusive Policy, ઘણી પાર્ટીઓનું રાજકારણ ડૂબી જશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!