GSTV
Gujarat Government Advertisement

ડૉક્ટર પાસે કોઈ દિવસ ન જવું હોય તો ગાંધીજીએ કહેલી આ વાત માની લો, જીમમાં પરસેવો પણ નહીં વહાવવો પડે

Last Updated on January 20, 2020 by Mayur

ગાંધીજીના ઉપવાસ અંગેની ભલામણ તો હવે આધુનિક મેડિકલ સાયન્સ પણ આપી રહ્યું છે. સાજા રહેવા અને સાજા થવા માટે અઠવાડિયામાં એકવાર ઉપવાસ જરુરી છે. ગાંધીજી કહેતા વ્યક્તિએ ચટપટા સ્વાદ માટે નહીં પણ શરીરના સ્વાસ્થય માટે ખાવું જોઈએ. જેથી ક્યારેય ડોક્ટરની મુલાકાત લેવી નહીં પડે, એમ પદ્મશ્રી ડો.અભય બંગનું કહેવું છે.

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિનોબા ભાવે આશ્રમ દ્વારા એમ.એસ.યુનિ.ની મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં ‘ગાંધીજી અને આરોગ્ય’ વિશે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં પદ્મશ્રી ડો.અભય બંગે કહ્યું કે, હાલ ભારતના લોકોની આરોગ્યની સ્થિતિ ખૂબ ખરાબ થતાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં પણ ખાસ કરીને કેન્સર અને હૃદય રોગનો સૌથી વધુ લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે ગાંધીજીએ સ્વાસ્થય માટે કરેલા પ્રયોગો સ્વીકારવા જોઈએ.

ગાંધીજી પ્રયોગ કરતા ત્યારે લોકો કહેતા કે આ તો વિજ્ઞાન વિરોધી છે, જૂનવાણી વિચાર છે પરંતુ આજની પરિસ્થિતિમાં તે સ્વીકાર્ય બન્યા છે. ગાંધીજી કહેતા નિરોગી શરીર મને એટલા માટે જોઈએ કે હું કર્તવ્ય કરી શકું જ્યારે અત્યારે લોકોને નિરોગી શરીર એટલા માટે જોઈએ કે તેઓ સ્વાદિષ્ટ આહાર ખાવા અને લાંબુ જીવન જીવવા જોઈએ છે.

બેંગ્લોરથી આવેલા ન્યૂરોસાયન્ટિસ્ટ ડો.ઉષાએ કહ્યું કે, રામનામ જપ અને ધ્યાન એ મસ્તિષ્ક અને ચેતાતંતુઓના ચોક્કસ બદલાવ માટે કારણભૂત બને છે. જપ અને ધ્યાન ધરવાથી તણાવ ઓછું થઈને મગજ શાંત બને છે અને નકારાત્મક વિચારો દૂર થશે. આ નિયમ અઠવાડિયામાં એકવાર નહીં પણ રોજ અપનાવવો જોઈએ.

નિરોગ જીવન માટે યોગ્ય આહાર અને શરીર શ્રમ જરૂરી

ગાંધીજી નિયમ અનુસાર જીમમાં જઈને કસરત ન કરવી જોઈએ જેનાંથી તમે ડબલ ખાવ છો અને વીજળીનો પણ વ્યય કરો છો. તેના સ્થાને નિરોગ જીવન માટે પોષ્ટિક અને શાકાહારી આહાર તેમજ શરીર શ્રમ જેવો કે કામ કરો, સફાઈ અને ખેતી કરવી જોઈએ. આ કરવાથી શરીર શુધ્ધિની સાથે મનશુધ્ધિ પણ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ અજીબ નામ વાળા WiFi નેટવર્કથી બનાવો દુરી, iPhone યુઝર્સ માટે કંપનીએ જારી કરી ચેતવણી

Damini Patel

જોરદાર ઑફર/ માત્ર 49 રૂપિયામાં ઘરે લઇ આવો TVSનું આ શાનદાર સ્કૂટર, 6 મહિના સુધી નહીં ચુકવવી પડે એકપણ EMI

Bansari

વેક્સિનેશન: નેતાજીનો નવો કીમિયો, વેક્સિન લો અને મેળવો 51 હજારનું ઇનામ જીતવાની તક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!