GSTV
Gujarat Government Advertisement

ફ્રાંસ, ઉઝ્બેકિસ્તાન, તુર્કી, શ્રીલંકા,UAE બાદ હવે આ દેશે મહાત્મા ગાંધી પર ઈશ્યૂ કરી પોસ્ટ ટિકિટ

મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે, ઘણા દેશોએ ‘ગાંધીના વારસો અને મૂલ્યો’ ના માનમાં ટપાલ ટિકિટ ઈશ્યૂ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં રશિયાએ 4 સપ્ટેમ્બરના રોજ મહાત્મા ગાંધી પર ટપાલ ટિકિટ શરૂ કરી હતી. આ સિવાય ફ્રાંસ, ઉઝબેકિસ્તાન, તુર્કી, શ્રીલંકા, સંયુક્ત રાષ્ટ્રએ પણ ટપાલ ટિકિટ ઈશ્યૂ કરી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. તો હવે પોલેન્ડ પણ બાપુ પર પોસ્ટ ટિકિટ રજૂ કરી છે.

મોનાકોએ મહાત્મા ગાંધીના જીવન પર આધારિત 40 હજાર સ્ટેમ્પ રજૂ કર્યા હતા, જેની કિંમત 2.10 યુરો (આશરે 160 રૂપિયા) છે. જ્યારે પેલેસ્ટાઇન, ડોમિનિક રિપબ્લિક, સ્લોવેનીયા, ચેક રિપબ્લિક અને યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) એ પણ ટપાલ ટિકિટો રજૂ કરી.

આ અજાણ્યા દેશો પણ ઈશ્યૂ કરી ચૂક્યા છે પોસ્ટ ટિકિટ

સેન્ટ વિન્સેન્ટ, સાન્ડા આઇલેન્ડ, માઇક્રોનેશિયા (પેસિફિક મહાસાગરમાં ટાપુઓનું જૂથ), ગિની-બિસાઉ, બેનિન, સોલોમન આઇલેન્ડ, જિબ્રાલ્ટર, સ્કોટલેન્ડ (યુકે અધિપત્યવાળું રાષ્ટ્ર), બારામુડા, ગુયાના, બરાબાડોઝ, બહામાસ, સેન્ટ લુસિયા, જમૈકા, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, એન્ટિગુઆ (વેસ્ટ ઇન્ડીઝ આઇલેન્ડ્સ)

બાપુ પર પોસ્ટ ટિકિટ રજૂ કરનારા દેશો

મહાત્મા ગાંધી પહેલા એવા વ્યક્તિ હતા જેમની ઉપર 15 ઓગષ્ટ 1948 ના રોજ ભારતમાં પહેલો સ્ટેમ્પ રજૂ કરાયો હતો. ત્યારબાદથી વિશ્વભરમાં મહાત્મા ગાંધી ઉપર પાંચસો પ્રકારની ટપાલ ટિકિટ રજૂ કરવામાં આવી છે. ભારત પછી અમેરિકા પ્રથમ વિદેશી રાષ્ટ્ર હતું જેણે 26 જાન્યુઆરી 1961 ના રોજ બાપુ પર સ્ટેમ્પ બહાર પાડ્યું હતું. તે પછી કોંગોએ ટપાલ ટિકિટ રજૂ કરી. જે દેશ બ્રિટનમાંથી બાપુ સ્વતંત્રતા માટે લડ્યા હતા, તેમણે તેમના મૃત્યુના 21 વર્ષ પછી એક ટિકિટ રજૂ કરી હતી.

1969 માં, લગભગ 40 દેશોએ બાપુની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરતા સિત્તેર પ્રકારના સ્ટેમ્પ્સ રજૂ કર્યા. દક્ષિણ આફ્રિકા, જ્યાંથી ગાંધીના મહાત્મા બનવાની શરૂઆત થઈ, તે ખંડના લગભગ તમામ દેશોએ બાપુ પર ટપાલ ટિકિટો રજૂ કરી છે. આ સિવાય બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ, અફઘાનિસ્તાન, રશિયા, જર્મની, ફ્રાંસ, સાઉદી અરેબિયા, તઝાકિસ્તાન, ડોમિનિક રિપબ્લિક જેવા દેશોએ બાપુ પર ટપાલ ટિકિટો રજૂ કરી છે. નિવૃત્ત આઈ.એ.એસ. અને બાપુ પર ચારસોથી વધુ ટપાલ ટિકિટોના મુખ્ય કલેક્ટર એસ.કે.દાસના જણાવ્યા મુજબ, ઘણા અજાણ્યા દેશોએ બાપુ પર ટપાલ ટિકિટ રજૂ કરી છે. જ્યારે દુનિયામાં પાકિસ્તાન અને ચીન તેમાંથી બાકાત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કાળું નાણું આયું કે ગયું? કોરોના કાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 20 હજાર કરોડે પહોંચ્યુ, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

pratik shah

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

પૂર્વોત્તરમાં ભારતમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, આ શહેરોમાં ધરા ધ્રુજી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!