આજ રોજ 2જી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ. આજના દિવસે દેશભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્યાં આપણાં ગુજરાતીઓ વસતા હોય છે ત્યાં બાપુની જન્મજયંતિ ઉજવાય છે. ત્યારે આજ રોજ ખુદ વડાપ્રધાન મોદીએ પણ આજે રાજઘાટ ખાતે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદી સાથે અન્ય કેન્દ્રીય પ્રધાનોએ બાપુને રાજઘાટ જઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

એવામાં અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમમાં પણ ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે, આ વખતે કોરોના કાળના લીધે કોરોના ગાઇડલાઇન સાથે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ગાંધી આશ્રમ ખાતે લોકો એકત્ર થશે. પરંતુ આજે ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે તો ગાંધી જયંતિની ખૂબ જ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સર્વધર્મ પ્રાર્થના સભા સિવાયના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા હતાં. જો કે, આ વખતે તેમાં થોડીક છૂટછાટ આપવામાં આવી છે.
જો કે આજે એ પણ પ્રશ્ન ઊભો થાય છે કે, શું ગાંધીબાપુનો જન્મદિન કે નિર્વાણદિન માત્ર અને માત્ર સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ તેમજ ગૂજરાત વિદ્યાપીઠ, અને ગાંધીઅન સંસ્થાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે જ છે. શું ગાંધીમૂલ્યો અને તેમના આદર્શોનો ભાર એ બધાં જ ઉપાડશે. શું આપણી આ દિવસે કોઇ જવાબદારી જ નથી.

મોહનથી ‘મહાત્મા’ : સૌરાષ્ટ્રમાં જન્મથી લઈ મળ્યું સર્વોચ્ચ બિરુદ
ગાંધીજી કોઈ બિરુદના મોહતાજ ન હોતા પરંતુ છતાં લોકો તેમને રાષ્ટ્રપિતા કહેતાં. તેમનામાં માનવીય ગરિમાની ઊંચાઈ ધરાવતા દરેક વિશેષણો યથાર્થ ઠરે છે. તેમ છતાં તેમને ‘મહાત્મા’નું બિરૂદ સૌ પ્રથમ કોણે આપ્યું તે પ્રશ્ન 100 વર્ષથી વધુ સમય થઇ ગયો છતાં પણ હાલમાં ચર્ચાઇ રહ્યો છે. ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું એ વિષે કોર્ટ કેસથી માંડીને ઐતિહાસિક કથનો પણ છે છતાં હજુ પણ લોકોની ભિન્ન-ભિન્ન માન્યતાઓ છે.

પોરબંદરમાં જન્મેલા મોહન નામના બાળકને મહાત્માનું બિરુદ પણ સૌરાષ્ટ્રની જ ભૂમિમાં અપાયું હોવાને સમર્થન આપતા દસ્તાવેજો છે. ગાંધીજી 9 જાન્યુઆરી, 1915 ના દક્ષિણ આફ્રિકાથી આગબોટમાં મુંબઈના કિનારે સવારે 7:30 વાગ્યે ઉતરેલા. ત્યારે દક્ષિણ આફ્રિકામાં તેમને સૌ ‘ભાઈ’ તરીકે સંબોધતા હતાં.
રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું ગાંધીજીને મહાત્માનું બિરુદ
જો કે, અંતે રાજ્ય સરકારે કબૂલેલું કે, ગાંધીજીને મહાત્માનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. તે વખતે પરીક્ષા સમિતિએ એમ કહેલું કે, ગાંધીજીના સહાયક મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈએ એમ ટાંક્યું છે કે જેતપુરમાં સૌ પ્રથમ ગાંધીજીને મહાત્માનું બિરુદ અપાયેલું.
READ ALSO :
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી