GSTV
Gujarat Government Advertisement

પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ

Last Updated on April 21, 2021 by Harshad Patel

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ જવાબ આપ્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે જ્યારે રાજનીતિ જ ન થવી જોઈએ ત્યારે કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને ગાંધી પરિવાર રાજનીતિ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધીએ એક ઈન્ટરવ્યૂમાં જે રીતે આલોચના કરી તે દેશ જોઈ રહ્યો છે. દેશ તેમને જવાબ આપશે. ગાંધી પરિવારનો ઘમંડ આ આપત્તિમાં દેશની સામે દેખાઈ રહ્યો છે.

મોદી

દેશ અત્યારે કોરોના સંકટ સામે ઝઝમૂ રહ્યો છે અને આ સમયે રાજનીતિ ના થવી જોઈએ

કોરોના સંક્રમણના હાહાકારની વચ્ચે હવે તેના પર પણ રાજકારણ રમાઈ રહ્યુ છે. રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર આરોપો અને પ્રત્યારોપો મુકવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના નિવેદન પર ભાજપે પલટવાર કરતા કહ્યુ છે કે, દેશ અત્યારે કોરોના સંકટ સામે ઝઝમૂ રહ્યો છે અને આ સમયે રાજનીતિ ના થવી જોઈએ પણ કોંગ્રેસ પાર્ટી અને તેમાં પણ ગાંધી પરિવાર રાજનીતિ કરી રહ્યો છે. પ્રિયંકા ગાંધી ઈન્ટરવ્યૂ આપીને પોતાનુ રાજકરણ રમી રહ્યા છે. તો રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરવામાં વ્યસ્ત છે. દેશ આ બધુ જોઈ રહ્યો છે.ગાંધી પરિવારના અભિમાનને પણ લોકો જોઈ રહ્યા છે.

બીજી લહેર પર કાબૂ મેળવવા માટે પીએમ મોદીએ ગઈકાલે દેશને સંબોધિત કર્યો

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેર પર કાબૂ મેળવવા માટે પીએમ મોદીએ ગઈકાલે દેશને સંબોધિત કર્યો હતો. કેન્દ્ર સરકાર રાજ્યો સાથે તાલમેલ સાધવાનો પ્રયાસ કરી રહી છે અને ગાંધી પરિવારને તેમાં પણ રાજકારણ દેખાઈ રહ્યુ છે.દેશમાં ગભરાહટ, અફરાતફરી અને ફેક ન્યૂઝ ફેલાવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. મહારાષ્ટ્રે જેવી અસંવેદનશીલતા દેખાડી તેનું પરિણામ છે. આજે લગભગ 40થી 50 ટકા કેસ એકજ રાજ્યમાંથી આવી રહ્યા છે. પ્રિયંકાજી આજે મહારાષ્ટ્રની સરકાર જે કરી રહી છે તેના પર તમારા ભાઈ એક શબ્દ પણ નથી બોલી રહ્યા.

દેશને અત્યારે ઓક્સિજનની જરુર છે, ભાષણની નહીં

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે પીએમ મોદીએ મંગળવારે રાતે કોરોનાની સ્થિતિ પર તમામ રાજ્ય સરકારો સાથે પણ ચર્ચા કરીને લોકડાઉનને આખરી વિકલ્પ ગણવા આગ્રહ કર્યો હતો. જોકે પીએમ મોદીના ટીવી પરના ભાષણ બાદ વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના સંખ્યાબંધ નેતાઓએ કહ્યુ હતુ કે, દેશને અત્યારે ઓક્સિજનની જરુર છે, ભાષણની નહીં. એ પછી પ્રિયંકા ગાંધીએ પણ દેશમાં કોરોનાની બીજી લહેર માટે મોદી સરકારને જ જવાદાર ઠેરવતું નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, દેશને જ્યારે જરુર હતી ત્યારે વેક્સીનના 6 કરોડ ડોઝ બીજા દેશને આપી દીધા અને હવે દેશના લોકો રસી માટે ફાંફા મારે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબારથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

Damini Patel

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!