GSTV

પ્રેરણાદાયક / મહામારીમાં પણ માનવતા મહેંકી ઉઠી, બ્રેઇનડેડ કલ્પનાબહેન પટેલના અંગદાનથી પાંચ વ્યક્તિને મળ્યું નવજીવન

Last Updated on June 19, 2021 by Dhruv Brahmbhatt

કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતા મહેકાવી છે.

એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર જણાઇ હતી

તા.3 જૂનના રોજ કલ્પનાબેન એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર જણાતા તેમને તાત્કાલિક ગણદેવીની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તા.17 જુનના રોજ ડોકટરોએ કલ્પનાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.

ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાએ કલ્પનાબેનના પરિવારને ઓર્ગન ડોનેટ કરવા અંગેની જાણકારી આપી હતી. કલ્પનાબેનના પુત્ર પ્રતીકે જણાવ્યું કે, મારા મમ્મી ખુબ જ માયાળુ સ્વભાવના અને ધાર્મિક હતા. તેઓ જીવનમાં હંમેશા બીજી વ્યક્તિઓને ખુશ જોવા માંગતા હતા. જેથી મારા મમ્મી બ્રેઈનડેડ થતા તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે જેથી અમારા પરિવારે મારી મમ્મીના અંગદાન થકી બીજાને નવજીવન મળી રહે તે માટે અંગોને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.

કલ્પનાબેનના પરિવારમાં પતિ, બે પુત્ર તથા બે પુત્રીઓ

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ SOTTO નો સંપર્ક કરીને કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને આપવામાં આવ્યું જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. કલ્પનાબેનના પરિવારમાં પતિ, બે પુત્ર તથા બે પુત્રીઓ છે.

સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું 265 કિ.મિ રોડ માર્ગનું અંતર 220 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

કોરોનાની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. ત્યારે સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા છેલ્લાં બાર દિવસમાં ત્રણ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 2 હૃદય, 2 ફેફસાં, 6 કિડની, 3 લિવર અને 6 ચક્ષુઓ સહીત કુલ 19 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 18 ઓર્ગનની જરૂરીયાતમંદ દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મેળવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોંઘવારી: ઈતિહાસમાં પહેલીવાર કપાસિયા તેેલે સિંગતેલની સાઈડ કાપી, 10 રૂપિયા ઊંચા ભાવે થયા સોદા

Pravin Makwana

સ્માર્ટ સિટી: પાર્કીંગ મામલે ૧૨ વર્ષ અગાઉ બહાર પડાયેલા જાહેરનામાનો નથી કોઈ અતોપતો, કોટ વિસ્તારના રહીશો અને મુલાકાતીઓ ત્રાહીમામ

Pravin Makwana

અમદાવાદ: નિર્ણય શકિતના અભાવથી મ્યુનિ.ના આસિટન્ટ કમિશનરો મામલે દસ મહિનાથી નિર્ણય લેવાતો જ નથી, મહિને થાય છે લાખોનો ખર્ચ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!