પોપ્યુલર એચબીઓ સીરીઝ ગેમ ઓફ થ્રોન્સમાં કામ કરી ચુકેલી અભિનેત્રી ઈસ્મે બિયાંકોએ ખુદ પોતાની સાથે થયેલી યૌન શોષણની ઘટનાને લઈને મોટો ખુલાસો કર્યો છે. જે બાદ હોલિવૂડ ઈંડસ્ટ્રીઝમાં હોબાળો મચી ગયો છે. ઈસ્મે બિયાંકોએ આરોપ લગાવ્યો છે કે, મ્યૂઝિશિયન મૈરીલિન મૈનસને તેનું યૌન શોષણ કર્યુ છે.
અભિનેત્રીએ સંભળાવી આપવીતી
એક ખાનગી મૈગઝીન સાથે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યુ હતું કે, મૈનસન એક રાક્ષસ પ્રવૃતિનો માણસ છે. જેને મારા સહિત કેટલીય મહિલાઓના જીવન બરબાદ કરી નાખ્યા છે.મૈનસન કેટલીય વાર મને આવી રીતે હૈરાન કરી ચુક્યો છે.ત્યાં સુધી કે, તેણે યૌન શોષણ પણ કર્યુ છે.
ઈચ્છા વિરુદ્ધ કેટલીય વાર શરીર પર બચકા ભરતો
અભિનેત્રીએ બતાવ્યુ હતું કે, મ્યૂઝિક વીડિયોનું અમારુ શૂટીંગ 3 દિવસ ચાલ્યુ હતું. આ દરમિયાન મૈનસને તે સારી રીતે સુવા પણ દીધી નહોતી. ત્રણ દિવસ ખાવાની જગ્યાએ કોકેઈન આપ્યુ હતું.મૈનસને કેટલીય વાર મારી ઈચ્છા વિરુદ્ધ જઈને શરીર પર બચકા ભરતો.તે સમયે હું મૈનસનની ઈચ્છા વગર શરીર પર એક પણ કપડુ પહેરી શકતી નહીં. મને એવું અનુભવાતુ હતું કે, હું કોઈ જેલમાં પુરાઈ ગઈ છું. જો કે, મૈનસને બિયાંકો દ્વારા લગાવામાં આવેલા આ તમામ આરોપોને ફગાવી દીધા છે.
READ ALSO
- કેવડિયામાં ‘કમલમ’ ખીલવવા સરકારે બજેટમાં ફાળવ્યા 15 કરોડ, આટલા વિસ્તારમાં થશે વાવેતર
- હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ
- મોરબી અને ગોધરાને મળી આ ભેટ/ કોરોનાકાળમાં આ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાયું, થઈ ગયાં બખ્ખાં
- મોટી જાહેરાત/ અમદાવાદ-સુરત બાદ રાજ્યના આ ત્રણ શહેરોને મળશે મેટ્રોની ભેટ, બજેટમાં થઇ લ્હાણી
- રાહતની વેક્સિન/ આરોગ્યને લઈને બજેટમાં મોટી જાહેરાતો, અમદાવાદ અને સૌરાષ્ટ્રને મળી આ ભેટ