GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ભારતની વર્લ્ડ કપ ટીમમાં આ છે સૌથી મોટી ખામી, ગંભીરે આપી આવી સલાહ

ભારતે આગામી વર્લ્ડકપમાં ચોથા ક્રમે લોકેશ રાહુલને બેટીંગમાં ઉતારવો જોઈએ તેવી સલાહ દિલ્હીના ડેશિંગ ઓપનર ગૌતમ ગંભીરે આપી છે. ગંભીરે કહ્યું કે, ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલરોને અનુકૂળ કન્ડિશનમાં ચોથા ક્રમનો બેટ્સમેન અત્યંત મહત્વનો બની રહેશે. મારા મતે આ પોઝિશન પર લોકેશ રાહુલ સૌથી અસરકારક બેટ્સમેન સાબિત થઈ શકે છે. 

પસંદગીકારોએ લાંબા સમય સુધી રાયડુને ચોથા ક્રમના બેટ્સમેન તરીકે તક આપી હતી અને અચાનક તેેને વર્લ્ડકપ ટીમમાંથી પડતો મૂકતાં વિવાદ સર્જાયો હતો. આ સમયે ગંભીરે રાયડુની તરફેણ કરી હતી.

જે પછી હવે તેણે જણાવ્યું છે કે, ભારત પાસે હાલના તબક્કે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે દિનેશ કાર્તિક, કે. એલ. રાહુલ અને વિજય શંકર છે. ઈંગ્લેન્ડમાં જો વાદળછાયુ વાતાવરણ હોય અને શરૃઆતમાં બે-ત્રણ વિકેટ પડી જાય તો ચોથા ક્રમનો બેટ્સમેન અત્યંત મહત્વનો બની જાય તેમ છે. આવી સ્થિતિમાં ભારતે ચોથા ક્રમે લોકેશ રાહુલને ઉતારવો જોઈએ, જે ધીરજ સાથે લાંબી ઈનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે. 

રાહુલના વખાણ કરતાં ગંભીરે કહ્યું કે, રાહુલ ચોથા ક્રમના બેટ્સમેન તરીકે એટલા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તેની ટેકનિક પરફેક્ટ છે. તે ઈનિંગને આગળ ધપાવવાનું જાણે છે અને સ્કોરબોર્ડને પણ ફરતું રાખી શકે છે. જોકે આખરે તો ટીમ મેનેજમેન્ટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે. 

Read Also

Related posts

જળયાત્રા: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહરાજ સાથે કર્યુ ગંગાપૂજન

pratik shah

ખેડૂતોને ‘શૂન્ય’ ટકા વ્યાજે મળશે ધિરાણ, રૂપાણી સરકારે જગતના તાત માટે કરી આ મોટી જાહેરાતો

Bansari

લદ્દાખમાં ચીને સૈનિકોની કેવી રીતે કરાવી ઘુસણખોરી, સુરક્ષા એજન્સીઓએ સોંપ્યો રિપોર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!