GSTV
India News

જાણો બિહાર રેજિમેન્ટનો ઇતિહાસ, જેમાં ફરજ બજાવતા હતા શહીદ સંતોષ બાબુ

ભારત અને ચીનના સૌનિકો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં 20 જવાન શહીદ થયા. જેમાંથી એકે હતા 16 બિહાર રેજીમેન્ટના જાંબાઝ ઓફિસર કર્નલ બી. સંતોષ બાબુ. સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટમાં 2 ડિસેમ્બર 2019થી ફરજ પર હતા. તો આવો જાણીએ બિહાર રેજિમેન્ટનો ઇતિહાસ જેની બહાદુરી અને ગૌરવની વાતો આજે પણ લોકો મુખે ચર્ચાય છે.

બિહાર રેજિમેન્ટની સ્થાપના વર્ષ 1941માં કરવામાં આવી હતી.આ રેજિમેન્ટે બીજા વિશ્વયુદ્ધમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ ભારત-પાકિસ્તાનના તમામ યુદ્ધમાં આ રેજિમેન્ટએ સેવા આપી હતી. કારગિલ યુદ્દમાં પણ આ રેજિમેન્ટે ઘણો ભાગ ભજવ્યો હતો.

ભારતીય ભૂમિ દળમાં બિહાર રેજિમેન્ટ નવી છે પણ એવું કહેવામાં આવે છે કે જયારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું હતું ત્યારે આ રેજિમેન્ટએ તેની સાથે યુદ્ધ કર્યું હતું. બિહારના જવાનોએ દેશ સેવામાં હંમેશા આગળપડતો ભાગ ભજવ્યો છે.

1857ના પહેલા સ્વતંત્રતા સંગ્રામમાં બિહાર રેજીમેન્ટના જવાનોએ બ્રિટિશ શાસનના મૂળ હલાવી દીધા હતા. જગદીશપુરના બાબુ કુંવર સિંહની સાથે, 1899માં આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડા સાથે મળીને ઘણા બિહારીઓએ અંગ્રેજોના દાંત ખાતા કરી દીધા હતા. રેજિમેન્ટએ પોતાની વીરતા અને સાહસથી ભારતીય સેનામાં રેજિમેન્ટનું નામ તમામ ક્ષેત્રોમાં સૌથી ઊંચું કર્યું છે. યુદ્ધ ક્ષેત્રથી માંડીને રમતના મેદાનમાં પણ આ રેજિમેન્ટે કુશળતા અને વીરતાનો પરિચય આપ્યો છે.

બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન રેજિમેન્ટના પ્રથમ બિહાર બટાલિયનના જવાનોએ બર્માની લડાઈમાં સક્રિય ભાગ લઇ હાકા અને ગૈન્ગા નામના સ્થળો પર જીત મેળવી હતી. આ સફળતાથી યુનિટને બેટલ ઓનર ઓફ હાકા અને ગૈન્ગાથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આઝાદીના સમયે પણ રેજિમેન્ટએ હૈદરાબાદ પોલીસ કાર્યવાહી અને ગુજરાતની કાર્યવાહી જેમાં પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા તેમાં આગળ પડતો ભાગ લીધો હતો. તો, ગોવાના મુક્તિ ઓપરેશનમાં પણ રેજિમેન્ટના જવાનોએ આગળપડતો ભાગ ભજવ્યો હતો.

રેજિમેન્ટના જવાનોએ ચીનના 1962ના આક્રમણ, ભારત-પાકિસ્તાનના 1965ના યુદ્ધ અને 1971 યુદ્ધ યુદ્ધ દરમ્યાન સાહસપૂર્ણ કાર્ય કર્યું હતું. તેના માટે યુનિટને થિયેટર ઑનર અખૌડાથી સન્માનિત કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ, ઓપરેશન વિજયમાં પ્રથમ બિહારી બટાલિયને પાકિસ્તાન સૈનિકોના છક્કા છોડાવી દેતા જુબાર હિલ અને થારુ પર કબ્જો મેળવ્યો હતો.

આ યુનિટને બેતાલ ઓનર બટાલિક અને થિયેટર ઓનર કારગિલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીલંકામાં ઓપરેશનમાં અદમ્ય સાહસ અને વીરતાથી દુશ્મનોને પછાડ્યા હતા. રેજિમેન્ટને દેશના ઉત્તરી-પૂર્વી ભાગ અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે લડાઈમાં પણ સક્રિય રૂપે ભાગ ભજવ્યો હતો.

Related posts

“બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર

Siddhi Sheth

UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે

Hina Vaja

સ્પ્રિંગ બ્રેક: ચીનમાં ‘પ્રેમ’ કરવા માટે વિદ્યાર્થીઓને મળશે એક સપ્તાહની રજા, કોલેજો કેમ કરી રહી છે આવા સ્ટંટ

Padma Patel
GSTV