GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ગલવાન અથડામણથી વડાપ્રધાન મોદીની લેહ મુલાકાત વચ્ચે લદાખમાં શું શું બન્યું, જોઈએ!

છેલ્લા બે મહિનાથી એલએસી પર ચીનના જવાનો સતત ભારતના જવાનો સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા છે. ક્યારેક પેંગોંગ સરોવર પર તો ક્યારેક સિક્કિમમાં ચીનના સૈનિકો બળજબરીપૂર્વક ભારતીય સરહદમાં ઘુસી ભારતના જવાનો સાથે અથડામણમાં ઉતર્યા. પરંતુ ગલવાન ઘાટીમાં બંને દેશના સૈનિકો વચ્ચેના ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા તો ચીનના પણ અનેક સૈનિકો માર્યા ગયા. ત્યારે આવો જોઇએ લદ્દાખમાં અથડામણ પછી અત્યાર સુધી શું બન્યું.

એપ્રિલના અંતથી જ લદ્દાખના પેંગોંગ સરોવરના કિનારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તણાવ શરૂ થયો. જે જૂન મહિનો આવતા સુધીમાં તો ચરમસીમાએ પહોંચ્યો. 5 અને 6 મેના રોજ પેંગોંગ સરોવર પાસે બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું. જેમાં બંને દેશના અનેક સૈનિકો ઘાયલ થયા. જે બાદ 9 મેના રોજ ઉત્તર સિક્કિમમાં સરહદ પાસે ચીનના સૈનિકો ભારતના સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતર્યા.

અહીં પણ બંને દેશના અનેક સૈનિકો ઘાયલ થયા. પરંતુ સૈન્ય સ્તરે મામલો ઉકેલવામાં આવ્યો. 12 મેએ ચીનના હેલિકોપ્ટર એલએસી પાસે ઉડાન ભરતા રહ્યા. પરંતુ ભારતના સુખોઇ વિમાનોને ચીનના હેલિકોપ્ટરને ખદેડી મુક્યા. આ દરમ્યાન ચીનની સૈનિકો ગલવાન ખીણ પાસે પણ એકત્ર થઇ ગયા. ચીનને જવાબ આપવા ભારતીય સેનાના જવાનો પણ ગલવાન ખીણમાં તૈનાત થયા.

ચીન

23 મેના રોજ સેના પ્રમુખ જનરલ નરવણેએ લેહની મુલાકાત લીધી. 25 મેએ ફરી પેંગોંગ સરોવર અને ગલવાન ખીણમાં ચીન સાથેના તણાવમાં વધારો થયો. 26 મેએ પીએમ મોદીએ ચીનની સ્થિતિ મુદ્દે મહત્વની બેઠક યોજી. જેમાં એનએસએ અજીત ડોવાલ. સીડીએસ બિપીન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા. આ જ દિવસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધની તૈયારી કરવા આદેશ આપ્યો.

2 જૂને બંને દેશની સેનાના જનરલ રેન્કના અધિકારીઓએ બેઠક યોજી પરંતુ કોઇ પરિણામ ન આવ્યું. 6 જૂનના રોજ લેફટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને ચીનના મેજર જનરલ લિયૂ લીન વચ્ચે બેઠક યોજાઇ. 8 જૂને ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની વાતચીત દરમ્યાન સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે સીડીએસ બિપીન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે સમીક્ષા બેઠક યોજી. 12 જૂને ગલવાન ખીણનો વિવાદ ઉકેલવા ફરી બંને દેશો તરફથી મેજર જનરલ સ્તરની વાતચીત થઇ. 13 જૂનના રોજ સેના પ્રમુખ જનરલ નરવણેએ જણાવ્યું કે ચીન સરહદે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

લદ્દાખ

15 જૂનના રોજ ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો. ચીનના સૈનિકોએ ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતા ભારતીય સેનાના જવાનોએ તેમના પડકાર્યા. બંને દેશના સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણ થઇ. જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા. તો સામે ચીનના પણ 40થી વધુ જવાનો માર્યા ગયા. 23 અને 24 જૂનના રોજ સેના પ્રમુખ જનરલ નરવણેએ લેહ-લદ્દાખની મુલાકાત લીધી. જે બાદ 30 જૂને ફરી ભારત અને ચીન વચ્ચે લેફટન્ટ જનરલ સ્તરની ત્રીજી બેઠક યોજાઇ.

2 જુલાઇના રોજ સંરક્ષણપ્રધાન રાજનાથસિંહની લદ્દાખ મુલાકાત અચાનક રદ્દ થઇ. રાજનાથ સિંહ સીડીએસ બિપિન રાવત સાથે લેહમાં 14 કોર્પ્સના અધિકારીઓ સાથે મુલાકાત કરશે તેવા અહેવાલો આવ્યા હતા. 3 જુલાઇના રોજ વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓચિંતી લેહની મુલાકાત લઇ પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમજ સેનાના જવાનોનું મનોબળ વધાર્યું.

એલએસી પર ભારત-ચીન વચ્ચે તણાવ                                                        

5-6 મે                                                                                                   

પેંગોંગ સરોવર પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ

બંને તરફ અનેક સૈનિકો ઘાયલ થયા

9 મે                                                                                                        

ઉત્તર સિક્કિમમાં ચીનના સૈનિકો ભારતીય સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતર્યા

બંને દેશના અનેક સૈનિકો ઘાયલ થયા

સૈન્ય સ્તરે મામલો ઉકેલવામાં આવ્યો

12 મે                                                                                                     

ચીનના હેલિકોપ્ટર એલએસી પર ઉડાન ભરતા રહ્યા

ભારતના સુખોઇ વિમાનોએ ચીનના હેલિકોપ્ટરને ખદેડ્‌યા

ચીનના સૈનિકો ગલવાન ખીણ પાસે પણ એકત્ર થયા

23 મે                                                                                                     

સેના પ્રમુખ જનરલ નરવણેએ લેહની મુલાકાત લીધી

25 મે                                                                                                     

પેંગોંગ સરોવર અને ગલવાન ખીણમાં ચીન સાથેના તણાવમાં વધારો થયો

26 મે                                                                                                     

પીએમ મોદીએ ચીનની સ્થિતિ મુદ્દે મહત્વની બેઠક યોજી

એનએસએ ડોવાલ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેનાપ્રમુખો સાથે બેઠક

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધની તૈયારી કરવા આદેશ આપ્યો

2 જૂન                                                                                                    

બંને દેશની સેનાના જનરલ રેન્કના અધિકારીઓએ બેઠક યોજી પરંતુ કોઇ પરિણાન ન આવ્યું

6 જૂન                                                                                                    

લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને ચીનના મેજર જનરલ લિયૂ લીન વચ્ચે બેઠક યોજાઇ

8 જૂન                                                                                                    

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે સીડીએસ બિપીન રાવત અને ત્રણેય સેનાપ્રમુખો સાથે બેઠક યોજી

12 જૂન                                                                                                 

ગલવાન ખીણનો વિવાદ ઉકેલવા ફરી બંને દેશો વચ્ચે મેજર જનરલ સ્તરની વાતચીત

13 જૂન                                                                                                 

સેના પ્રમુખ જનરલ નરવણેએ ચીન સરહદે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું

15 જૂન                                                                                                 

ગલવાન ખીણમાં ચીનના સૈનિકોએ ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો

ભારતના જવાનોએ ચીનના જવાનોને પડકાર્યા

બંને દેશના સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણ

ભારતના 20 જવાનો શહીદ થયા

ચીનના પણ 40 થી વધુ જવાનો માર્યા ગયા

23-24 જૂન                                                                                                          

સેના પ્રમુખ જનરલ નરવણેએ લેહ-લદ્દાખની મુલાકાત લીધી

30 જૂન                                                                                                                 

ભારત-ચીન વચ્ચે લેફ્ટનન્ટ જનરલ સ્તરની ત્રીજી બેઠક યોજાઇ

2 જુલાઇ                                                                                                                               

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહની લદ્દાખ મુલાકાત અચાનક રદ્દ થઇ

રાજનાથસિંહ સીડીએસ બિપિન રાવત સાથે લેહમાં 14 કોર્પ્સના અધિકારીઓ સાથે મુલાકાત કરવાના હતા

3 જુલાઇ                                                                                                               

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહની મુલાકાત લઇ પરિસ્થિતિની સમીક્ષા કરી

પીએમ મોદીએ જવાનો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું

Related posts

દુનિયાનો એક એવો દેશ જ્યાં 100 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો!

Ankita Trada

હવે અવાજથી કોરોનાની તપાસ કરશે BMC, 1 હજાર દર્દીઓ ઉપર કરાશે ટ્રાયલ

Mansi Patel

VIDEO: સ્વિમીંગ પૂલમાં કૂદકો મારતાની સાથે યુવતીની પોલ ખુલી ગઈ, કૂદકો મારવા ગઈ ત્યાં નકલી વાળ હવામાં ઉડી ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!