GSTV

તણાવ / ચીનની લુચ્ચાઈને પગલે લદ્દાખમાં ભારતે 50 હજારથી વધુ જવાનોને તૈનાત કર્યા, કરી રહ્યું છે આ આડોડાઈ

Last Updated on June 15, 2021 by Dhruv Brahmbhatt

ગલવાન ખીણમાં ગત વર્ષે થયેલ હિંસક ઘટના બાદથી ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ ઘટના બાદથી લદ્દાખમાં ભારતીય સેનાએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે, જ્યારે પૂર્વોત્તરમાં પણ સૈન્ય ઘણી મજબૂત સ્થિતિમાં છે. સિક્કિમ અને અરુણાચલ સાથે જોડાયેલી સરહદે ભારતે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. લદ્દાખમાં ભારતે 50 હજાર વધુ જવાનોને તૈનાત કર્યા છે.

અમુક સૈનિકોને શિયાળામાં પરત બોલાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ફરી તૈનાત કરાયા છે. કારણ કે, તિબ્બતમાં ચીની આર્મીએ પોતાનો યુદ્ધાભ્યાસ ચાલુ રાખ્યું છે. ચીને પોતાના સૈનિકોને સંપૂર્ણ વર્ષ સરહદે રહેવા તાલિમ આપવાની સાથે, હવાઈ અને સૈન્ય કેમ્પની સંખ્યા વધારવાનું કામ પણ કર્યું છે. બંને પક્ષોએ પૈંગોંગ વિસ્તારમાંથી સૈનિકોને પરત હટાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તણાવ હજુ પણ યથાવત્ છે.

નાટો દ્વારા ચીનને એક ગંભીર પડકાર ગણાવવામાં આવ્યો

નાટો દ્વારા ચીનને એક ગંભીર પડકાર ગણાવવામાં આવ્યો છે, બ્રસેલ્સમાં નાટોના હેડક્વાર્ટર પહોંચનાર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, ‘યુરોપની રક્ષા કરવી તેમની એક મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. યુરોપને ચીનથી ડરવાની જરૂર નથી, અમેરિકા યુરોપ સાથે છે. અમેરિકાના રહેતા કોઈ યુરોપનું કાંઈ બગાડી શકશે નહીં. નાટો બધા માટે મહત્ત્વપૂર્ણ છે.’ બાઈડનનું નિવેદન એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપની જવાબદારી અમેરિકાની ના હોવાની વાત કહી હતી. જ્યારે બાઈડને તેમનાથી વિપરીત નિવેદન આપ્યું છે.

ચીન

બાઈડન દ્વારા નાટોના માધ્યમથી આપેલા નિવેદન મુદ્દે ચીન ભડક્યું હતું

આ સંબોધનમાં રશિયાને પણ એક પડકાર ગણાવતા બાઈડને કહ્યું કે, ‘રશિયા અને ચીન હવે જુદા માર્ગે છે. તેઓ એ માર્ગે નથી ચાલી રહ્યાં જેની અગાઉ કલ્પના કરવામા આવી રહી હતી.’ અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા નાટોના માધ્યમથી આપેલા નિવેદન મુદ્દે ચીન ભડક્યું હતું. આ મુદ્દે ચીનના બ્રસેલ્સ સ્થિત મિશને કહ્યું કે,‘નાટોનું નિવેદન ચીનના શાંતિપૂર્ણ વિકાસને બદનામ કરનાર છે. નાટોના સભ્ય દેશોની સરખામણીએ ચીન પોતાની સેના પર ઘણો ઓછો ખર્ચ કરે છે. ચીન પોતાની રક્ષા કરવા માટે સક્ષમ છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!