GSTV
GSTV લેખમાળા Health & Fitness Trending

મેડિકલ સાયન્સ / એક ટેસ્ટમાં જાણી શકાશે એક સાથે 50 પ્રકારના Cancerના લક્ષણો : ક્યારે ઉપલબ્ધ થશે ભારતમાં આ ટેસ્ટ?

cancer

કેન્સરની બિમારી એ મોતનું એક મોટું કારણ છે. કેન્સર/cancerની સંપૂર્ણ સારવાર શોધાઈ નથી. કેન્સરનું નિદાન જેટલું વહેલું થઈ શકે એટલી જ અસરકારક રીતે તેની સારવાર કરી શકાય. એ માટે એક અમેરિકી કંપનીએ ખાસ પ્રકારે લોહીનો ટેસ્ટ કરવાની પદ્ધતિ વિકસાવી છે. એટલે એક વખતના બ્લડ ટેસ્ટમાં 50 જેટલા પ્રકારના કેન્સરની ઓળખાણ થઈ શકે છે. સામાન્ય રીતે કેન્સરના બે-ચાર પ્રકાર વિશે આપણે જાણતા હોઈએ છીએ. પરંતુ સંશોધકો કેન્સરના વિવિધ પ્રકારોથી વાકેફ છે અને એ પ્રકારો દ્વારા સર્જાતી મુશ્કેલીઓ પણ જાણે છે. Galleri નામે ઓળખાતો આ ટેસ્ટ કેન્સરની સારવારમાં માઈલ-સ્ટોન સાબિત થઈ શકે એમ છે. પરંતુ આ ટેસ્ટ હજુ સુધી સર્વત્ર ઉપલબ્ધ નથી. અમેરિકામાં આ ટેસ્ટ 2022માં વ્યાપકપણે શરૃ થશે એટલે ભારત જેવા દેશોમાં આવતા તો બીજા બે-ચાર વર્ષ લાગી જશે. આ ટેસ્ટનો ભાવ પણ 1000 ડોલર જેવો આકરો હશે. અત્યારે ભારતીય ચલણમાં ગણીએ તો 80 હજાર રૃપિયાથી વધારે રકમ થાય. ભારતમાં જ્યારે આ ટેસ્ટ શરૃ થશે ત્યારે વધુ મોંઘો જ હશે એ વાત નક્કી છે.

કેન્સરની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની કોઈ કાયમી કે ફિક્સ સારવાર નથી. બીજી મોટી સમસ્યા એ છે કે કેન્સરના લક્ષણો પારખવા આસાન નથી. પરંતુ જેમને કેન્સર થવાનું હોય એમના લોહીમાં તેના લક્ષણો છૂપાયેલા હોઈ શકે છે. એ ઓળખી શકાય એવો ટેસ્ટ હવે વિકસાવાયો છે. અમેરિકામાં વિવિધ પરીક્ષણો થયા છે. જેમ કે 76 વર્ષના એક દર્દીનું લોહી ટેસ્ટ કરવામાં આવ્યું. તેના લોહીમાં જણાયું કે તેમને પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ)નું કેન્સર થવાની તૈયારીમાં છે. પરંતુ હજુ સુધી કેન્સરની ગાંઠ બની ન હતી, એટલે કોઈ લક્ષણો પણ જણાતા ન હતા. ટૂંકમાં Galleri નામના આ ટેસ્ટ દ્વારા ખબર પડી કે જે-તે દરદીને કેન્સર થવાની તૈયારીમાં છે. શરૃઆતી તબક્કે જ ખબર પડે એટલે સારવાર પણ વધારે અસરકારક રીતે થઈ શકે. અત્યારે કેન્સર માટે કેટલાક ટેસ્ટ તો ઉપલબ્ધ છે. જેમ કે અમેરિકામાં કેન્સર માટે જે ટેસ્ટ થાય છે, જેમાં પાંચ પ્રકારના કેન્સર ઓળખી શકાય છે.

પેન્ક્રિયાઝ કેન્સર થયા પછી પણ તેની ઓળખ કરવી બહુ મુશ્કેલ છે. રેર કિસ્સામાં પેન્ક્રિયાઝ કેન્સર અર્લી સ્ટેજમાં જાણી શકાય છે. બીજી તરફ પેન્ક્રિયાઝ કેન્સરના કિસ્સામાં બચવાની શક્યતા 3 ટકા જેટલી છે. એટલે આ કેન્સર થયા પહેલા ઓળખી શકાય એ બહુ મહત્વની સિદ્ધિ છે. ડઝનેક કંપનીઓ લોહી ટેસ્ટ દ્વારા કેન્સર ઓળખવાની રીત-ભાત પર કામ કરે છે. તેમાંથી પ્રારંભીક સફળતા હજુ 2015માં જ સ્થપાયેલી કંપની ગ્રેઈલ (GRAIL)ને મળી છે. અમેરિકી મેડિકલ ટેકનોલોજી કંપની ઈલ્યુમિના (Illumina)એ ખાસ બ્લડ ટેસ્ટ પર ધ્યાન આપવા જ પેટા કંપની તરીકે ગ્રેઈલની સ્થાપના કરી છે. અલગ કંપની સ્થાપવાનું જોખમ સફળ થાય એવી પુરી શક્યતા છે. કેમ કે જો આ ટેસ્ટને સર્વત્ર સ્વિકૃતિ મળી જશે, સરકારી એજન્સીઓ મંજૂર કરી દેશે અને ડોક્ટરો અપનાવી લેશે તો અત્યારે 6 અબજ ડોલરનું બ્લડ ટેસ્ટ માર્કેટ તેને મળી શકે એમ છે. 2025 સુધીમાં એટલે આગામી સાડા ત્રણ વર્ષમાં કેન્સરના બ્લડ ટેસ્ટનું માર્કેટ 6 અબજથી ત્રણગણુ વધી 18 અબજ સુધી પહોંચવાની શક્યતા છે. અમેરિકી કંપનીઓ એટલે જ કરોડો ડોલર ખર્ચીને અત્યારે કેન્સર ડિકેક્ટિવ બ્લડ ટેસ્ટ પર કામ કરી રહી છે.

ગ્રેઈલ કંપનીએ વિકસાવેલા આ ટેસ્ટને અત્યાર સુધી તો વિવિધ તબક્કે મંજૂરી મળી છે. અમેરિકામાં મર્યાદિત ધોરણે તેનો ઉપયોગ શરૃ થયો છે, જ્યારે ઈંગ્લેન્ડમાં હવે 1,40,000 લોકો પર પરીક્ષણ ચાલી રહ્યું છે. ચાર વર્ષની મહેનતથી વિકસાવાયેલો ટેસ્ટ હવે સફળતા તરફ આગળ વધી રહ્યો છે.

Related posts

સમય સાથે પરિવર્તન : ન્યૂયોર્ક શહેરે આખરે અલવિદા કરી દાયકાઓ જૂની આ સુવિધાને, તેની સામે શરૂ થઈ નવી પહેલ

Zainul Ansari

IPL 2022/ ડેવિડ મિલરે માંગી માફી, રાજસ્થાને તગડા જવાબમાં કહ્યુ-‘દુશમનના કરે દોસ્તને વો કામ કિયા હે’

Hemal Vegda

સૈન્યની મળી મોટી સફળતા / બારામુલામાં સુરક્ષાદળોએ અથડામણમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓને માર્યા ઠાર, એક જવાન શહીદ

Hardik Hingu
GSTV