GSTV

ગેલેંટરી અવોર્ડનું એલાન, ટૉપ-3માં જમ્મુ-કાશ્મીર અને યુપી પોલીસ

ગેલેંટરી

બહાદુરી અને સર્વિસ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. પુરસ્કારોની યાદીમાં જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રથમ નંબરે છે. તેના ખાતામાં કુલ 81 મેડલ છે. આ પછી, બીજો નંબર સીઆરપીએફ (55 મેડલ) અને ત્રીજા નંબર પર ઉત્તર પ્રદેશ પોલીસ (23 મેડલ) છે.

જાણો કયા રાજ્યની પોલીસને કેટલા અવોર્ડ મળ્યાં

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચિ મુજબ, આંધ્રપ્રદેશ પોલીસને 16, અરૂણાચલ પ્રદેશ પોલીસને 4, આસામ પોલીસને 21, છત્તીસગઢ પોલીસને 14, ગોવા પોલીસને એક, ગુજરાત પોલીસને 19, હરિયાણા પોલીસને 12, હિમાચલ પ્રદેશ પોલીસને 4, ઝારખંડ પોલીસને 24, કર્ણાટક પોલીસને 18 શૌર્ય અને સેવા એવોર્ડ મળ્યા છે.

આ ઉપરાંત કેરળ પોલીસને 6, મધ્યપ્રદેશ પોલીસને ૨૦, મહારાષ્ટ્ર પોલીસને 58, મણિપુર પોલીસને 7, મિઝોરમ પોલીસને 3, નાગાલેન્ડ પોલીસને 1, ઓડિશા પોલીસને 14, પંજાબને 15, રાજસ્થાનને 18, સિક્કિમને 2, તમિળનાડુને 23, તેલંગાણાને 14, ત્રિપુરાને 6 તેમજ ઉત્તર પ્રદેશ પોલીસને 102 એવોર્ડ મળ્યા છે. ઉત્તરાખંડને 4 અને પશ્ચિમ બંગાળને 21 શૌર્ય અને સેવા એવોર્ડ મળ્યા છે.

આંદામાન નિકોબાર પોલીસને 2, ચંદીગઢ પોલીસને 1, જમ્મુ-કાશ્મીર પોલીસને 96, દિલ્હી પોલીસને 35, લક્ષદ્વીપ પોલીસને 2, પુડુચેરી પોલીસને શૌર્ય અને સેવા પદક મળ્યો છે.

તે જ સમયે, આસામ રાઇફલ્સને 10, બીએસએફ 52, સીઆઈએસએફ 25, સીઆરપીએફ 118, આઇટીબીપી 14, એનએસજી 4, એસએસબી 12, આઈબી 36, સીબીઆઈ 32 અને એસપીજી 5 શૌર્ય અને સેવા પદક મેળવ્યા છે. આ વર્ષે, 215 શૌર્ય પુરસ્કારો અને 711 સર્વિસ મેડલ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

Read Also

Related posts

મોટાસમાચાર / કૃષિબિલની સામે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવશે આ રાજ્યની સરકાર, જાણો શું છે કારણ

Mansi Patel

રાજસ્થાન: આ તારીખથી પર્યટકો માટે ખુલ્લો મુકાશે મેહરાનગઢ, કરવામાં આવી છે આ ખાસ વ્યવસ્થા

Bansari

લોકસભામાં મજૂરો સાથે જોડાયેલા 3 બિલો થયા પાસ! હવે દરેક કર્મચારીને મળશે અપોઈન્ટમેન્ટ લેટર- ગ્રેજ્યુટી અને બીજી આ સુવિધા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!