સેમસંગનો દેશનો સૌપ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flipના ચાહકો માટે સારા સમાચાર છે. આ સ્માર્ટફોન ખરીદનારાઓને કુલ 15000નો ફાયદો થઈ શકે છે. Samsungએ Galaxy Z Flipની કિંમતમાં રૂપિયા 7000નો ઘટાડો કર્યો છે. એટલું જ નહીં, ફોલ્ડેબલ Galaxy Z Flip ફોન પર કંપની રૂપિયા 8,000નું અપગ્રેડ બોનસ પણ આપી રહી છે. એટલે કે, આ સ્માર્ટફોન ખરીદનારને કુલ 15,000નો ફાયદો થશે. જોકે અપગ્રેડ બોનસ કેટલાંક સિલેક્ટેડ ફોન્સ પર અપાઈ રહ્યું છે. EMIથી ખરીદી સકો છો Samsung Galaxy Z Flip યુઝર માટે ફોન ખરીદવો હવે સરળ બની ગયો છે. તેના માટે Galaxy Z Flip પર આકર્ષક નો-કોસ્ટ ઇએમઆઇનો પણ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે.
ઈએમઆઈ પર ખરીદી કરી શકો
નો-કોસ્ટ ઇએમઆઇ તમામ મુખ્ય બેન્કના કાર્ડ્સ પર ઑફર કરવામાં આવી રહી છે. આ ફોનને તમે મહત્તમ 18 મહિનાની ઇએમઆઇ પર ખરીદી શકો છો. Samsung Foldable Smartphone Galaxy Z Flipની ખાસીયત ગેલેક્સી ઝેડ ફ્લિપ એક કોમ્પેક્ટ સ્માર્ટફોન છે. બંધ કરીને તે ખૂબ જ નાનો બની જાય છે અને તેનો ઉપયોગ કરવો તે ખૂબ સરળ છે. તેનું ડિસ્પ્લે વળે છે અને તેનો ઉપયોગ 90 ડિગ્રી પર ફેરવીને ઘણી સુવિધાઓ માટે થઈ શકે છે. વિડીયો કોલિંગ માટે, તમે તેને ટેબલ પર રાખી શકો છો અને 90 ડિગ્રી ફોલ્ડ કરી શકો છો. ડિઝાઇન અને બિલ્ડ ગુણવત્તા શાનદાર છે. ફોનની પાછળની પેનલ ફિંગરપ્રિન્ટ મેગ્નેટ છે. તમારી ફિંગરપ્રિન્ટ્સ તેના પર મૂકવામાં આવશે, જેને તમે સાફ કરી શકો છો. તેને ત્રણ ફેન્સી કલર વેરિઅન્ટ્સ સાથે રજૂ કરવામાં આવ્યો છે.
આ છે ખાસ ફિચર્સ
આ ફેશન કેન્દ્રિત સ્માર્ટફોન વધુ લાગે છે. Samsung Galaxy Z Flipના અન્ય ફિચર્સ સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિમાં (Samsung Galaxy Z Flip)6.7 ઈંચની મુખ્ય સ્ક્રીન છે. વળવા ઉપર આ સ્ક્રીન બે અલગ અલગ ભાગોમાં કામ કરવા લાગે છે. ફોનને વાળીને બંધ કર્યા પછી ઉપરની તરફ આમાં 1.1 ઈંચની એક સ્ક્રીન છે. જેનો ઉપયોગ નોટિફિકેશન વગેરે માટે હોય છે. આ ફોનના પાછળના ભાગે 12 મેગાપિક્સલનો ડુઅલ કેમેરા સેટઅપ છે. સેલ્ફી કેમેરા 10 મેગાપિક્સલનો છે.
વધારાની આટલી છે ખાસિયતો
આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબીની મેમેરીની સાથે આવે છે. જેમાં ઈ-સિમ અને 3300mAhની બેટરી છે. આ ફોલ્ડેબલ સ્કીન સ્માર્ટફોન મિરર પર્પલ, મિરર બ્લેક અને કેટલાક પસંદગીના દેશોમાં મિરર ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ હશે. Samsung Galaxy Z Flip ખરીદનારાઓને મળશે આ પણ ફાયદાઓ ફોનની એક વધુ ખાસિયત છે કે તે એક્સિડેંટલ ડેમેજ કેર સાથે આવે છે. તેમાં વન ટાઇમ સ્ક્રીન પ્રેઝન્ટેશન અને 24X7 ડેડિકેટેડ કૉલ સેન્ટર સપોર્ટ પણ મળે છે. ફોન મિરર ગોલ્ડ, મિરર પર્પલ અને મિરર બ્લેક કલર ઓપ્શનમાં મળે છે.
READ ALSO
- કામના સમાચાર/ મોદી બજેટમાં મધ્યમ વર્ગને આપશે ત્રણ રાહત, કોમનમેનને થશે મોટો ફાયદો
- ડિજિટલ બદલાવ પર વધુ ધ્યાન આપી રહેલી કંપનીઓ કરી રહી છે વધુ રોજગારનું સર્જન, રિસર્ચમાં સામે આવી આ મોટી વાત
- ચેતવણી /23 વર્ષમાં પૃથ્વીએ ગુમાવ્યો આટલો ખરબ ટન બરફ, બની શકે છે મોટી આફત
- ભાજપ ભીંસમાં/ દિલ્હી હિંસા મામલે પીએમઓ સામે ચિંધાઈ આંગળી, ભાજપના સાંસદે જ કર્યો ધડાકો
- લાલ કિલ્લા પર નિશાન સાહિબ ફરકાવનાર કોણ છે જુગરાજ? : માતા-પિતાએ ગામ છોડી ભાગવું પડ્યું, ગમમાં ફેરવાઈ ગયો આનંદ