આ વરરાજો તો મોહી ગયોઃ પત્ની નહીં આપણા PMની મહેંદી ચડાવી

સામાન્ય રીતે લગ્નમાં દુલ્હન અને વરરાજા હાથ પર મહેંદી લગાવે છે. લગ્ન પહેલા મહેંદીની રસમ માં વધૂ અને વરરાજા એકબીજાનાં નામની મહેંદી કરે છે. પરંતુ મધ્યપ્રદેશનાં ઇન્દૌરમાં એક વરરાજો પીએમ મોદીનો જબરો પ્રશંસક નિકળ્યો. વરરાજાએ પોતાનાં હાથમાં પીએમ મોદીનાં નામની મહેંદી લગાવી. પોતાની ભાવિ પત્નિને બદલે મોદીનાં નામની મહેંદી લગાવતા આ વરરાજો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

વરરાજાએ પોતાનાં હાથમાં નરેન્દ્ર મોદીનાં નામની મહેંદી લગાવી છે, તે સમાચાર મળતા જ રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પણ આ યુવકની જાનમાં સામેલ થયા હતાં. હકિકતે અનુભવ વર્મા નામનાં યુવાને મહેંદી થી “મોદી અગેઈન” લખાવીને પોતાનાં હાથ પર કમળનું ફુલ બનાવ્યું હતું

જ્યારે વરરાજાની જાન જતી હતી ત્યારે મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ એ જ રસ્તે ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં. અનુભવે પીએમ મોદીનાં નામની મહેંદી લગાવી છે તેવી ખબર પડતા તુરત જ શિવરાજસિંહ પોતાનો કાફલો અટકાવીને તેની જાનમાં પહોંચ્યા હતાં. લગ્નમાં પહોંચેલા શિવરાજસિંહે અનુભવ વર્માને શુભેચ્છા પાઠવીને તેમની અનોખી પહેલની પ્રશંસા કરી.

શિવરાજસિંહે જણાંવ્યું કે, યુવાનો જ દેશનાં પ્રાણ છે.તેમનાં વિચારો નવી દિશા આપે છે. આવું જ કાંઈક આજે ઇન્દોરમાં જોવા મળ્યું. પોતાના નવા જીવનનો પ્રારંભ કરતા અનુભવ વર્માએ પોતાનાં હાથ પર “નમો અગેઈન” મહેંદી લગાવી છે. જ્યારે યુવાન સમજી જશે કે કોના હાથમાં દેશ સુરક્ષિત છે. અને વધારે પ્રગતિ કરશે. તો તે દેશને દુનિયાનાં શ્રેષ્ઠ દેશ બનતા કોઈ તાકાત નહિ રોકી શકે. અનુભવને ભાવી લગ્નજીવનમાટે શુભકામનાઓ સાથે આશિર્વાદ!

વરરાજા શું કહે છે?

વરરાજા અનુભવ વર્માનું કહેવું છે કે, હું મોદી સાહેબથી પ્રભાવિત છે.ચૂંટણી આવી રહિ છે. જે દેશ માટે આટલું યોગદાન આપે છે. તેમના માટે હું પણ થોડુક યોગદાન આપવા માગતા હતો. ઘણાં વખાણ કરે છે.ઘણાં આ નિંદા કરે છે. મહેંદી એ મારો નાનકડો પ્રયાસ હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter