GSTV
Jobs Life Trending

સરકારી નોકરી/પરીક્ષા આપ્યા વિના GAILમાં મેળવો નોકરી, બસ આ હોવી જોઇએ યોગ્યતા, સેલરી પણ મળશે સારી

GAIL

GAIL Recruitment 2022: GAILમાં નોકરી (Sarkari Naukri) કરવા ઇચ્છતા યુવાઓ માટે ખુશખબર છે. તેના માટે (GAIL Recruitment 2022) GAIL માં એક્ઝીક્યુટિવ ટ્રેનીના પદો (GAIL Recruitment 2022) પર અરજી કરવા માટે ફક્ત 3 જ દિવસ બચ્યા છે. ઇચ્છુક તથા યોગ્ય ઉમેદવાર જેમણે હજુ સુધી આ પદો માટે અપ્લાય નથી કર્યુ, તેઓ GAILની ઓફિશિયલ વેબસાઇટ gailonline.com પર જઇને અરજી કરી શકે છે. આ પદો (GAIL Recruitment 2022) પર અરજી કરવાની અંતિમ તારીખ 16 માર્ચ છે.

આ ઉપરાંત, ઉમેદવારો આ પોસ્ટ્સ માટે આ લિંક https://gailonline.com/home.html દ્વારા સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત, તમે આ લિંક https://gailonline.com/careers/currentOpnning/DETAILEDADVERTISE મારફતે ઓફિશિયલ નોટીફિકેશન ચેક કરી શકો છો. આ ભરતી હેઠળ કુલ 48 જગ્યાઓ ભરવામાં આવશે.

GAIL

GAIL Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ – 15 ફેબ્રુઆરી 2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 16 માર્ચ 2022

GAIL Recruitment 2022ના પદોની વિગતો

  • એક્ઝિક્યુટિવ ટ્રેઇની (ઇન્સ્ટ્રુમેન્ટેશન) – 18
  • એક્ઝિક્યુટિવ ટ્રેઇની (મિકેનિકલ)-15
  • એક્ઝિક્યુટિવ ટ્રેઇની (ઇલેક્ટ્રિકલ) – 15
GAIL

GAIL Recruitment 2022 માટેની યોગ્યતા

એક્ઝિક્યુટિવ ટ્રેઇની (ઇન્સ્ટ્રુમેન્ટેશન) – ઉમેદવારો પાસે ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ/ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં ન્યૂનતમ 65% માર્ક્સ સાથે બેચલરની ડિગ્રી હોવી જોઇએ.

એક્ઝિક્યુટિવ ટ્રેઇની (મિકેનિકલ) – ઉમેદવારોએ મિકેનિકલ / પ્રોડક્શન / પ્રોડક્શન અને ઇન્ડસ્ટ્રીયલ / મેન્યુફેક્ચરિંગ / મિકેનિકલ અને ઓટોમોબાઇલમાં ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે એન્જિનિયરિંગ / ટેકનોલોજીમાં બેચલરની ડિગ્રી હોવી જોઈએ.

એક્ઝિક્યુટિવ ટ્રેઇની (ઇલેક્ટ્રિકલ) – ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી.

GAIL

GAIL Recruitment 2022 માટે વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 26 વર્ષની હોવી જોઈએ.

GAIL Recruitment 2022 માટે અરજી ફી

કોઇ ફી ભરવાની નથી.

GAIL Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

GATE-2022 સ્કોર્સના આધારે જૂથ ગ્રુપ ડિસ્કશન/અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

Read Also

Related posts

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ

Padma Patel

સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી

Siddhi Sheth

શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો

Padma Patel
GSTV