GSTV

BIGG BOSS 11માં આ HOT એક્ટ્રેસની થશે વાઇલ્ડકાર્ડ એન્ટ્રી

પોપ્યુલર રિયાલીટી શો બિગબોસની 11મી સીઝનમાં ઘરવાસીઓ વચ્ચે ચાલી રહેલા ઘમાસાન વચ્ચે ફક્ત એક જ વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થશે. ઢિંચેક પૂજાના ફ્લોપ શો બાદ શોના નિર્માતાઓ વાઇલ્ડકાર્ડ એન્ટ્રી માટે એક ધમાકેદાર ચહેરાની તલાશમાં છે. આ દરમિયાન એવા પણ સમાચાર વહેતાં થયાં છે કે બિગબોસના ઘરમાં સાઉથની એકટ્રેસ ગહેના વશિષ્ઠની એન્ટ્રી થઇ શકે છે.

તમને યાદ અપાવી દઇએ કે આ એ જ ગહેના વશિષ્ઠ છે, જેણે ઘરની બહાર રહીને કન્ટેસ્ટન્ટ માટે અનેક આશ્ચર્યજનક ખુલાસાઓ કર્યા હતાં. ગહેનાએ અર્શી ખાન, પ્રિયાંક શર્મા, શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તા અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં.

તેવામાં જો ગહેનાને સલમાન ખાનના જાણીતા શોમાં એન્ટ્રી મળશે તો ખરેખર આ શો ખૂબ જ મસાલેદાર બની જશે. સૂત્રોનું માનીએ તો ઘરમાં એન્ટ્રી મેળવવા માટે ગહેનાના પૂરેપૂરા ચાન્સ છે.

Related posts

KBCમાં ધોનીને લઈને પુછાયો આ સવાલ તો સ્પર્ધકે લેવી પડી 2 લાઈફલાઈન, તમે પણ નહિ જાણતા હોવ સાચો જવાબ

pratik shah

તારક મહેતાની સોનુએ સૌના હોશ ઉડાવી દેતા ફોટો પોસ્ટ કર્યા, માણી રહી છે અહીં રજાઓ

Karan

ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો ભભૂકી ઉઠ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!