GSTV

ગઢડા/ કોંગ્રેસની સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડયા ધજાગરા, પોલીસ ફરિયાદમાં પણ હરીફાઈ : ભાજપે કર્યું એ કોંગ્રેસે પણ કરી દેખાડયું

ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે, ત્યારે ગઢડા વિધાનસભા ચુંટણી ટાણે થોડા દિવસ પૂર્વે ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન વેળાએ સભામાં લોકોના ટોળા ઉમટી પડતા ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ગુરૂવારે કોંગ્રેસના કાર્યાલયના ઉદ્ધાટન સમયે આયોજીત સભામાં પણ સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ થતો જોવા મળતા ગઢડા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સામે ગુનો નોંધાવા પામ્યો છે. ચુંટણીના પડઘમ શરૂ થયા છે ત્યારે હારજીત તો થાય ત્યારે પરંતુ અત્યારે બન્ને પક્ષો વચ્ચે પોલીસ ફરિયાદ નોંધાવામાં પણ હરીફાઈ જોવા મળી રહી છે.

બન્ને પક્ષો વચ્ચે પોલીસ ફરિયાદ નોંધાવામાં પણ હરીફાઈ

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાતની અન્ય 8 પેટા ચુંટણી સાથે ગઢડા વિધાનસભાની ચુંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુરૂવારે બોટાદ જિલ્લાના ગઢડામાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જુના બસ સ્ટેન્ડ પાછળ ભાથીજી મહારાજના મંદિર પાસે સભાનું આયોજન કરાયું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, ભાવનગર જીલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ,

જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, ભાવનગર જીલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અને સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા જોવા મળ્યા હતા. કોરોના મહામારીના કારણે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં સભા સ્ટેજ પર સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે વધુમાં વધુ 14 લોકો બેસી શકે છે

સભા સ્ટેજ પર 25થી 30 લોકો બેસેલા જોવા મળ્યા હતા અને સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ થતો જોવા

કોંગ્રેસ આયોજીત સભા સ્ટેજ પર 25થી 30 લોકો બેસેલા જોવા મળ્યા હતા અને સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. જેના પગલે ગઢડા પોલીસ મથકના કોન્સ્ટેબલ પ્રવિણભાઈ નુરસંગભાઈ ચૌધરીએ ફરિયાદી બની ગઢડા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કનુભાઈ જસકુભાઈ જેબલીયા સામે ફરિયાદ નોંધાવતા ગઢડા પોલીસે જાહેરનામા ભંગ સબબ 188 મુજબ ગુનો દાખલ કર્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પૂર્વે જ ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન બાદ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મહામંત્રી સામે સોશ્યલ ડીસ્ટન્સીંગના ભંગ બદલ ગુનો નોંધાયો હતો.  ત્યાં આજે ગઢડા ન.પા.ના વિપક્ષ નેતા સામે નોંધાયો છે. ચુંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસ વચ્ચે ફરિયાદ નોંધાવામાં પણ હરીફાઈ થતી જોવા મળી છે.

READ ALSO

Related posts

પીએમ મોદીએ ક્રુઝ બોટનું કર્યું લોકાર્પણ, વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળી નિહાળવાનો પ્રવાસીઓને મળશે આનંદ

Nilesh Jethva

હળદરવાળું દૂધ ઈમ્યૂનિટી સપ્ટીમેંટને રાખે છે સ્ટ્રોંગ, કોરોનાકાળમાં વધી રહી છે માગ

Ankita Trada

હૈવાનિયતની હદ વટાવી/ હોસ્પિટલમાં દાખલ બેભાન યુવતી સાથે થયો બળાત્કાર, ભાનમાં આવતા યુવતીએ જણાવી વ્યથા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!