GSTV
Gujarat Government Advertisement

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડની ગ્રેબ્રિએલા પહોંચી NCB ની ઓફિસ, ડ્રગ્સના મામલામાં થઈ રહી છે પૂછપરછ

Last Updated on November 11, 2020 by Ankita Trada

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ મામલો ડ્રગ્સ સુધી પહોંચી ગયો હતો અને હવે આ કેસમાં ડ્રગ્સ એંગલથી તપાસ થઈ રહી છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ હવે આ તપાસ હાથમાં લઈ લીધી છે. તાજેતરમાં જ એનસીબીએ બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલના ધરે દરોડો પાડ્યો હતો. આ દરોડા બાદ રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા ડેમેટ્રિયેડ્સની પૂછપરછ માટે એનસીબીએ સમન્સ મોકલ્યું હતું. ગેબ્રિયેલા બુધવારે એનસીબીની ઓફિસે પહોંચી હતી.

રામપાલના ઘણા સ્થળે દરોડા પાડ્યા

એનસીબીએ અર્જુન રામપાલના ઘણા સ્થળે દરોડા પાડ્યા હતા. તેના ઘરની જડતી લેવામાં આવી હતી. તાજેતરમાં જ ડ્રગ્સના મામલામાં જે તપાસ હાથ ધરાઈ હતી તેમાંથી મળેલી બાતમીને આધારે આ પૂછપરછ ચાલી રહી છે.

કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા

એનસીબીના અધિકારીઓએ અર્જુન રામપાલના નિવાસે તથા ઓફિસે દરોડા પાડીને તેના ડ્રાઇવરની પણ પૂછપરછ કરી હતી. તેમણે લેપટોપ, મોબાઈલ ફોન, ટેબલેટ અને કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. હકીકતમાં એનસીબીએ 19મી ઓકટોબરે જ રામપાલની સાઉથ આફ્રિકન ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા ઉપરાંત ગેબ્રિયેલાના ભાઈ એઝિસિલાઓઝની ધરપકડ કરી હતી. એનસીબીનું માનવું છે કે તે બોલિવૂડમાં ડ્રગ્સ સિન્ડિકેટનો મોટો હિસ્સો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારે કરી: પોલીસ સ્ટેશનમાં તસ્કરોએ ધાડ મારી, મેમોની બુકો જે પેટીમાં હતી, તેને જ ઉઠાવી ગયાં

Pravin Makwana

અલર્ટ / ભૂલીને પણ ના કરો આ લિંક પર ક્લિક, નહીંતર થઇ જશો કંગાળ: SBIએ તેના ગ્રાહકોને આપી ચેતવણી

Zainul Ansari

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!