GSTV
India News North Gujarat ગુજરાત

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા અને કોરોનાની સારવાર કરવાની રીત શોધવામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો લાગેલા છે. આ વચ્ચે તે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, ગાંજાના છોડના ઉપયોગથી તેનાથી મોતની આશંકા ઓછી થઈ શકે છે. કોઈ દર્દીના શરીરની ઈમ્યૂન સિસ્ટમ જ્યારે નબળી થવા લાગે છે તો તે તેને જ મારવા લાગે છે. એવામાં ગાંજો કામ આવી શકે છે. આ રિસર્ચના આધાર પર કોરોના વાઈરસ સંક્રમણથી ગંભીર રીતે પીડિત દર્દીઓ પર ગાંજામાંથી મળેલા તત્વોનો ટેસ્ટ પણ કરી શકાય છે.

ઈમ્યૂન સિસ્ટમમાં ખરાબીના કારણે સાઈટોકાઈન સ્ટોર્મ નામની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તેમાં વાઈરસની સાથે-સાથે શરીરના સ્વસ્થ સેલ પણ શિકાર બને છે. કોરોનાના કોઈ ગંભીર કેસમાં આ મોતનું કારણ બની શકે છે.

લેથબ્રિજ યૂનિવર્સિટીએ દાવો કર્યો છે કે, ગાંજાના છોડ પરથી મળેલા તત્વો સાઈટોકાઈન સ્ટોર્મને રોકી શકે છે. તેમને એવા સ્ટ્રેન મળ્યા છે જે તેને પેદા કરવામાં મદદ કરવારા બે કેમિકલ્સ interleukin-6 (IL-6) અને tumour necrosis factor alpha (TNF-a)ની માત્રાને ઘટાડી શકે છે.

મહામારીની શરૂઆતમાં જ મેડિકલ જગત સાઈટોકાઈન સ્ટોમને રોકવા માટેની રીતો શોધવા લાગી ગયું હતું. વાઈરસ શરીરથી નિકળ્યા બાદ પણ આ પ્રક્રિયા શરૂ રહે છે અને તેનાથી એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમ(ARDS) થઈ શકે છે જેનાથી જીવનું જોખમ છે. તેનાથી લંગ ફાઈબ્રોસિસ થઈ શકે છે જેનાથી ફેંફસાના ટિશૂ ખરાબ થઈ શકે છે અને કામ કરવાનું બંધ કરી શકે છે.

રિસર્ચકર્તાઓએ ગાંજાના 200થી વધારે સ્ટ્રેન્સને જોયા બાદ 7 પર સ્ટડી કરી. આ રિસર્ચ સ્ક્વેયરમાં પ્રી-પ્રિંટ થઈ છે અને હજુ તેને પિયર રિવ્યૂ કરવામાં આવ્યું નથી. આ સ્ટડીમાં એવા ત્રણ નવા સ્ટ્રેન મળ્યા છે જ્યારે પહેલાની સ્ટડીઝમાં પણ એવા સ્ટ્રેન્સ માલુમ થયાં છે. આ સ્ટ્રેન્સને નંબર 4, 8 અને 14 કહેવામાં આવ્યું છે. તેમને ICUમાં એડમિન કોરોના વાઈરસના ગંભીર દર્દીઓની સારવાર માટે ટેસ્ટ કરવાનો પ્લાન છે.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ

Nakulsinh Gohil

Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા

Nakulsinh Gohil

Union Budget 2023 / કેન્દ્રીય બજેટથી ભાવનગરને ઘણી અપેક્ષાઓ હતી, પણ પાણી ફરી વળ્યું

Nakulsinh Gohil
GSTV