GSTV

અમેઝોનનાં જંગલોમાં લાગેલી આગથી પ્રભાવિત દેશોની મદદ માટે આગળ આવ્યા G-7

Last Updated on August 25, 2019 by Mansi Patel

જી -7 સમિટમાં, એમેઝોન જંગલની આગથી અસરગ્રસ્ત દેશોની સહાય માટે સંમતિ થઈ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રૉએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આગથી અસરગ્રસ્ત દેશોને વહેલી તકે મદદ કરવામાં આવશે. રવિવારથી સત્તાવાર રીતે શરૂ થયેલી જી-7 સમિટમાં તમામ નેતાઓએ રાઉન્ડ ટેબલ પર ચર્ચા કરી.

ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું, આબોહવા અને જૈવ વિવિધતાએ જી-7 નું હૃદય છે. એમેઝોનમાં સળગતા જંગલો અને સમુદ્ર આપણને બોલાવી રહ્યા છે. આપણે તેમને નક્કર જવાબ આપવો પડશે. આ વિષયો પર ખાલી વાત કરવાનો સમય નથી, પરંતુ કેટલાક નક્કર કામ કરવા પડશે.

જણાવી દઇએ કે દરિયા કિનારે આવેલા પ્રાચીન શહેર બિયારિટ્ઝમાં જી 7 કોન્ફરન્સમાં સામેલ નેતાઓએ એમેઝોન જંગલમાં લાગેલી આગ, બ્રેક્ઝિટના ડેડલોકને સમાપ્ત કરવા અને વેપાર તણાવ ઘટાડવા જેવા મુદ્દાઓની ચર્ચા કરી હતી. જી 7 માં ફ્રાંસ, જર્મની, યુકે, ઇટાલી, યુએસએ, કેનેડા અને જાપાનનો સમાવેશ છે.

જી -7 શિખર બેઠકમાં ખુલાસો થયો કે ઇરાન સાથેના પરમાણુ કરાર અંગેની વાટાઘાટોનું નેતૃત્વ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોને સોંપવામાં આવ્યું છે. ફ્રાંસ, ઇટાલી, જર્મની, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, જાપાન અને યુરોપિયન યુનિયન (ઇયુ) ના વડાઓને સમિટની શરૂઆત બાદ મેંક્રોને વાટાઘાટોનું આયોજન અને ઇરાનને સંદેશાઓ આપવાનું કામ સોંપવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari

UP Opinion Polls / ભાજપ અને સપા વચ્ચે જબરદસ્ત ટક્કર, કોણ મારશે બાજી? જાણો યુપીના 11 લાખ લોકોએ શું આપ્યો જવાબ

GSTV Web Desk

UP ચૂંટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!