GSTV

G-20 સમિટઃ બ્રાઝીલ-તુર્કીના રાષ્ટ્રપતિને મળ્યા પીએમ મોદી, વ્યાપાર જળવાયુ પરિવર્તન પર કરશે ચર્ચા

Last Updated on June 29, 2019 by Arohi

જી-20 શિખર સંમેલનના બીજા દિવસે પીએમ મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેજિપ તઈબૂ એરડોવાન સાથે મુલાકાત કરી. જે બાદ બન્ને દેશના વડ્ડા વચ્ચે દ્વિપક્ષી બેઠક યોજાઈ. જેમા વેપાર અને ઉર્જા  અને પર્યાવરણ જેવા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી.

“કેટલા સારા છે મોદી”

જી-20 શિખર સંમેલનમાં હાજરી આપવા ગયેલા પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાન મંત્રી સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન પીએમ  મોદી સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટે સેલ્ફી લીધી હતી. આ સેલ્ફીને સ્કોટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી પીએમ મોદીના વખાણ કર્યા.

તેમણે ટ્વિટ પર લખ્યુ કે, કેટલા સારા છે મોદી. મહત્વપૂર્ણ છે કે, જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો આજે અંતિમ દિવસ છે.

જળવાયુ પરિવર્તન, વ્યાપાર પર બ્રાઝીલ સાથે વાત

ઓસાકામાં જી-20ના બેનર હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સાથે મુલાકાત કરી. બન્ને દેશોના નેતાઓ વચ્ચે વ્યાપાર વધારવા અને જળવાયુ પરિવર્તનના મુદ્દે ચર્ચા થઈ.

Read Also

Related posts

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana

છટકેલ ઘરવાળો: પત્નીએ કોર્ટ કેસ પાછો ન ખેંચ્યો તો પતિએ દાંતથી બચકું ભરીને નાક તોડી નાખ્યું, લોહીલુહાણ થઈ ગઈ ઘરવાળી

Pravin Makwana

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!