GSTV
Mehsana ગુજરાત ટોપ સ્ટોરી

ડોલરની ‘ભાવી’ કમાણી ભારે પડી / માનવ તસ્કરોએ મહેસાણાના પરિવારને બંધક બનાવ્યો, અમેરિકા જવાની ઘેલછામાં ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્વદેશીઓનું વિદેશમાં જવાનું ચલણ વધી ગયું છે. તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો કે, ભારતીયો ભારતની નાગરિક્તા છોડવામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિત વચ્ચે કેટલાક લોકો વિદેશ ડોલર કમાવવાની ઘેલછામાં ગેરકાયદેસરનો માર્ગ અપનાવે છે ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી ફરી પ્રકાશમાં આવ્યો છે.

ગુજરાતના મહેસાણામાં સ્થાયી એક દંપતી તેના બે બાળકો સાથે અમેરિકા જવાની ઘેલછામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેની યોજના સફળ ન થઈ અને તેણે 1.5 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી તે માત્ર એક કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી શક્યો હતા. માનવ તસ્કરોએ તેની પત્ની અને 12, 7 અને 5 વર્ષની વયના ત્રણ બાળકોને અમેરિકા પહોંચે તે પહેલા જ મેક્સિકોમાં બંધક બનાવ્યા હતા. જે બાદ તેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો હાલ તે મેક્સિકોના કેન્કુન સિટીની હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે 34 વર્ષીય પ્રિયાંક પટેલ, તેની પત્ની ઉમા અને ત્રણ બાળકો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સાલ્દી ગામ છોડી ગયા હતા. તેની સાથે ડીંગુચાના ચાર જણનો પરિવાર હતો, પરંતુ સરહદ પાર કરીને અમેરિકા જવાના પ્રયાસમાં તેમનું મોત નિપજ્યું હતું.

ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું કે પ્રિયાંક અને તેનો પરિવાર બે એજન્ટોની મદદથી દિલ્હી આવ્યા અને ત્યાંથી મેક્સિકો ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સોદો રૂપિયા 1.5 કરોડમાં ફાઇનલ થયો હતો અને પ્રથમ 1 કરોડનો હપ્તો બંને એજન્ટોને ચૂકવવામાં આવ્યો હતો.

READ ALSO:

Related posts

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu

તાપી / પહેલાં ભાજપ અને પછી AAPમાં ગયેલા પૂર્વ MLAના પત્ની સ્નેહલતા વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી

Nakulsinh Gohil

સુરત / કારમાંથી મળ્યાં 75 લાખ રૂપિયા, બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

Nakulsinh Gohil
GSTV