GSTV

જોશમાંને જોશમાં પેરાગ્લાઈડિંગ કરવા તૈયાર તો થઈ ગયો, પછી જે આબરૂના કાંકરા થયા છે કે… Video જોઈ હસવું નહીં રોકાય

Last Updated on November 17, 2019 by Mayur

પેરાગ્લાઈડિંગનો શોખ ઘણા લોકોને હોય છે પરંતુ જ્યારે તેને કરવાનો સમય આવે છે તો સારા સારા લોકોના જીવ એક મિનિટ માટે તાળવે ચોંટી જાય છે. કંઈક આવું જ થયું છે પવનની સાથે. પવન માટે પેરાગ્લાઈડિંગ કરવાનો નિર્ણય મુસીબત સાબિત થઈ ગયો. પવન જેવું જ આકાશની ઉંચાઈ પર પહોંચ્યો તો તેની હાલત ખરાબ થઈ ગઈ પરંતુ તેના મોઢાના હાવ-ભાવ જોવા લાયક હતા અને તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહ્યા છે. વાયરલ આ વીડિયો હિમાચલના કાંગડા જિલ્લાના બીડ બિલિંગનો છે. જ્યા દાર્જિલિંગથી ફરવા આવેલા પર્યટક પવને પેરાગ્લાઈડિંગ કરવાનું વિચાર્યું.

વીડિયોમાં જોઈ શકાય છે કે ગાઈડ જ્યોતિ ઠાકોર પેરાગ્લાઈડિંગ માટે પવનને ઉંચા આસમાને લઈ જાય છે પરંતુ ઉંચાઈ પર પહોંચતાની સાથે જ પવનનો ડરના કારણે ખૂબ ખરાબ હાલ થઈ ગયો. પવન તો પોતાના ગાઈડને એમ પણ કહેતો સંભળાઈ રહ્યો છે કે હવા ખૂબ છે ગ્લાઈડરમાં કાંણુ પાડી દો તેના પર તેની હંમત વધારતા ગાઈડ વારંવાર તેને કહે છે કે તે પોતાને સંભાળે. પવન વારંવાર ગાઈડને પુછે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. શું આખુ ચક્કર મારશો? આ વાત પર ગાઈડ કહે છે કે તમે શાંતી રાખો બસ હંમણા ઉતરવા જ જઈ રહ્યા છીએ.

આખરે 7-8 મિનિટ બાદ પવને શાંતિ પૂર્ણ લેન્ડ કર્યુ અને કસમ ખાધી કે હવે તે ફરી પેરાગ્લાઈડિંગ નહીં કરે. તમને જણાવી દઈએ કે ગાઈડ જ્યોતિ ઠાકુરનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પેરાગ્લાઈડિંગ સ્કાય ડાયવિંગના ચેમ્પિયનની રીતે દાખલ છે. સાથે જ જ્યોતિ ભારતના ટોપ 10 પાયલેટોમાંથી એક છે.

Read Also

Related posts

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari

UP MEIN SAB BA/રવિ કિશનનું રેપ સોન્ગ ‘યુપી મેં સબ બા’ રિલીઝ, યુટ્યુબ પર મચાવી રહ્યું છે ધૂમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!