GSTV
News Trending Videos Viral Videos World

VIDEO: માસ્ક નહીં પહેરવા બદલ મળી આવી સજા, લોકો કહી રહ્યા છે આ મશીન ભારતમાં ખૂબ ચાલશે

સમગ્ર દુનિયા હાલ કોરોના સંક્રમણથી ઝઝૂમી રહી છે. જો રાહતની વાત એ છે કે અમુક દેશો કોરોનામુક્ત થઈ ગયા છે. જે બાદ માસ્ક ફ્રી જાહેર કરાયુ છે. જ્યારે અમુક દેશો માટે હજૂ પણ ચિંતાનો વિષય છે. કોરોનાથી બચાવ માટે માસ્ક લગાવવું ખૂબ જ જરૂરી છે. માસ્ક નહીં લગાવવા પર દંડની જોગવાઈઓ તો છે જ. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ફની વીડિયોને જોઈને લોકોને હસવાની સાથે સાથે શિખામણ પણ લેવાની જરૂર છે.

માસ્ક ન પહેરવા પર મળી અનોખી સજા

અત્યાર સુધીમાં અલગ અલગ દેશોના કાયદા વિશે તમે ખૂબ સાંભળ્યુ હશે. કોરોનાકાળમાં કેટલાય દેશોએ પોતાના કાયદામાં મોટા ફેરફાર કર્યા છે. ફરજિયાત માસ્ક માટેના દંડ અને સજાની પણ જોગવાઈઓ કરી છે. ત્યારે અહીં આપેલા વીડિયોમાં પણ માસ્ક ન પહેરવા બદલ અજીબોગરીબ સજા આપવામાં આવી હતી.

એન્ટ્રી પર જોરદાર સ્વાગત

આ વીડિયો આઈપીએસ ઓફિસર રૂપિન શર્માએ શેર કર્યો છે. જેમાં આપ જોઈ શકો છો કે, કોઈ જાહેર જગ્યા પર એન્ટ્રી કરવાની કોશિશ કરી રહ્યુ છે, પણ તેને માસ્ક પહેર્યુ નથી.જેના કારણે તેને બહાર જ રોકી દેવામાં આવ્યો છે. બરાબર એજ સમયે માસ્ક પહેરેલા શખ્સને તુરંત એન્ટ્રી મળી ગઈ. માસ્ક વગર એન્ટ્રી મારતા લોકોના માથા પર ધડામ દઈને હથોડાના ઘા વાગે તેવું મશીન ફીટ કરવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV