GSTV
Home » News » બગાસુ ખાધુ સરફરાઝે, પતાસુ મળ્યું ડાબરને

બગાસુ ખાધુ સરફરાઝે, પતાસુ મળ્યું ડાબરને

પાકિસ્તાન ભારત સામે હાર્યું તેને ચાર દિવસો થઈ ગયા છે, પરંતુ હજી સોશિયલ મીડિયામાં સતત તેની મજાક ઊડી રહી છે. પાકિસ્તાનનો કેપ્ટન સરફરાઝ મેદાનમાં ચાલુ મેચે બગાસુ ખાતો જોવા મળ્યો હતો. એટલે તેના પર ખૂબ મજાક ઊડી રહી છે. લોકો ફની કેપ્શન વાળાં ફની મીમ પણ બહુ વાયરલ થયાં.

હવે આ બગાસુ એડવર્ટાઇઝિંગ એજન્સીમાં પણ લોકપ્રિય બનતું હોય એમ જોવા મળ્યું. સોશિયલ મીડિયામાં વાયરલ આ તસવીરમાં સરફરાઝ બગાસુ ખાતો જોવા મળે છે અને સાથે લખ્યું છે કે, ખોટા સમયે ઊંઘવું મોંઘુ પડી શકે છે. બીજી બાજું કફ સિરપની એડ છે. સાથે સાથે ટેગલાઇન, ‘અસર દિખાએ, બિના સુલાએ’ પણ છે.

સામાન્ય રીતે કફ સિરપ વિશે એમ માનવામાં આવે છે કે, તેનું સેવન કરતાં જ બગાસાં આવવા લાગે છે અને ઊંઘ આવવા લાગે છે. તેને ધ્યાનમાં રાખીને જ આ મજાક કરવામાં આવી છે.

સાથે-સાથે જુઓ બગાસા અને ક્રિકેટનો આ વાયરલ વિડીયો પણ….

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!